Advertisement

મોટો ખુલાસો/ સિડનાઝની થઇ ચુકી છે સગાઇ, ડિસેમ્બરમાં શહેનાઝ સાથે પરણી જવાનો હતો સિદ્ધાર્થ

12:46 PM Sep 04, 2021 | Bansari |
Advertisement

GSTV

ટેલિવિઝન જગતના હેન્ડસમ હંક સિદ્ધાર્થ શુક્લાના અચાનક નિધનથી તેના પરિવારજનોને ઉંડો આઘાત લાગ્યો છે. એક્ટરના મોતને કોઇ સ્વીકારવા તૈયાર નથી. 3 સપ્ટેમ્બરે સિદ્ધાર્થ શુક્લાનો પાર્થિવ દેહ પંચતત્વમાં વિલિન થઇ ગયો. પોતાના બેસ્ટ ફ્રેન્ડના નિધનથી શહેનાઝ ગિલની પણ હાલત ખરાબ છે.

બંને સિડનીઝની જોડી હવે તૂટી ગઈ છે. સિદ્ધાર્થ-શહેનાઝની દોસ્તી બિગ બોસ 13માં થઈ હતી. શો સમાપ્ત થયા પછી પણ તેમની દોસ્તી ચાલુ રહી. તેમની વચ્ચે અફેર હોવાના અહેવાલો પણ આવ્યા હતા. જેને બંને નકારતા રહ્યા. સિદ્ધાર્થના મૃત્યુ પછી, બંને વચ્ચેના સંબંધને લઈને એક નવું અપડેટ બહાર આવ્યું છે. એવા અહેવાલો છે કે સિડનાઝ આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરવાના હતા. બંને પહેલેથી જ સગાઈ કરી ચૂક્યા હતા. તેઓ હવે લગ્નની તૈયારી કરી રહ્યા હતા.

મુંબઇની આલિશાન હોટલમાં થવાના હતાં લગ્ન

રિપોર્ટ અનુસાર, સિડનાઝે તેના પરિવારને લગ્ન વિશે જણાવ્યું હતું, જે વેડિંગ ડેની તૈયારીમાં બિઝી હતા. તેઓ મુંબઈની એક હોટલ સાથે રૂમ, બેંક્વેટ અને અન્ય સર્વિસિઝ અંગે પણ વાતચીત કરી રહ્યા હતા. સિડનાઝના લગ્ન 3 દિવસ સુધી ચાલવાના હતા. સિદ્ધાર્થ શહેનાઝ સિવાય તેના પરિવાર અને મિત્રોએ આ બાબતને ખૂબ જ સીક્રેટ રાખી હતી. આ બધી તૈયારીઓ વચ્ચે, 2 સપ્ટેમ્બરે એક ખરાબ સમાચાર આવ્યા કે સિદ્ધાર્થનું નિધન થયું છે.

અધૂરા રહી ગયા સિડનાઝના સપના

સિદ્ધાર્થના મૃત્યુ સાથે, તે બધા સપના અધૂરા રહ્યા. સિદ્ધાર્થ અને શહેનાઝ હવે ક્યારેય લગ્ન કરી શકશે નહીં. બંનેને જોડીને તૂટતી જોઈને ફેન્સની આંખો ભીની છે. ટીવી જગતનું આ સુંદર કપલ હવે વિખેરાઇ ચુક્યું છે. સિદ્ધાર્થ અને શહનાઝના લગ્નના સમાચારોમાં કેટલી હકીકત છે, તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સિદ્ધાર્થને છેલ્લી વિદાય આપતી વખતે શહનાઝ ગિલ ખૂબ ખરાબ હાલતમાં હતી. શહેનાઝના આંસુ અટકવાનું નામ નહોતા લઈ રહ્યા.

Advertisement

શહેનાઝને અંતિમ વિદાય આપવા માટે સ્મશાનગૃહ પહોંચેલી શહેનાઝ ગિલ સંપૂર્ણપણે બેભાન, વિખરાયેલી હાલતમાં રડતા પહોંચી હતી. શહેનાઝની આટલી ખરાબ હાલત જોઈને ફેન્સ સહિત સેલેબ્સના દિલ પણ દિલથી ધ્રુજી ઉઠ્યા હતા. શહેનાઝનું દુ: ખ દરેકને અપસેટ કરી રહ્યું છે. સિદ્ધાર્થ અને શહનાઝ મુંબઈમાં રહેતા હતા. શહેનાઝ ક્યારેક સિદ્ધાર્થના ઘરે પણ રહેતી હતી. શહેનાઝનો સિદ્ધાર્થના પરિવાર સાથે સારો સંબંધ હતો. સિડનાઝ પણ સાથે હેંગઆઉટ કરતાં જોવા મળતા હતા.

ફેન્સ હવે માત્ર રીલ લાઇફમાં જ સિદ્ધાર્થ અને શહનાઝની ક્યૂટ જોડીને જોઈ શકશે. રિયલમાં, હવે તે બંને ક્યારેય સાથે રહી શકશે નહીં. કોઈએ વિચાર્યું ન હતું કે તેમના આ ખુબસુરત રિલેશનનો અંત આવો હશે.

Read Also

The post મોટો ખુલાસો/ સિડનાઝની થઇ ચુકી છે સગાઇ, ડિસેમ્બરમાં શહેનાઝ સાથે પરણી જવાનો હતો સિદ્ધાર્થ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next