Advertisement

ગૌરવ/ મોટર સ્પોર્ટ્સ લીગમાં સિદ્ધાર્થ જોશીએ રોશન કર્યુ ગુજરાતનું નામ, સુરતના યુવકે હાંસલ કર્યુ ત્રીજુ સ્થાન

08:37 AM Sep 10, 2021 | Bansari |
Advertisement

GSTV

દેશની પ્રથમ મોટર સ્પોર્ટ્સ ડ્રાઇવમાં ગુજરાત અને સૂરતનું નામ રોશન કરતા સિદ્ધાર્થ જોશી નામના યુવકે ખૂબ જ પ્રશંસનીય પ્રદર્શન કર્યુ છે. સતત 73 કલાક સુધી નૉનસ્ટોપ ડ્રાઇવિંગ કરીને સિદ્ધાર્થે મોટર સ્પોર્ટ્સમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. સિદ્ધાર્થ દોષીએ ચંદીગઢ, નાગપુર, હૈદરાબાદ અને બેંગલોરમાં અલ્પ વિરામ લીધો હતો, પરંતુ આ સિવાય તેણે સતત ડ્રાઇવિંગ કર્યુ હતુ. આ સિદ્ધિ પોતાનામાં જ ખૂબ જ સાહસિક અને અન્યો માટે ખૂબ જ પ્રેરણાદાયક છે.

73 કલાકમાં કાપ્યું 3889 કિલોમીટરનું અંતર

મોટર સ્પોર્ટ્સની આ ડ્રાઇવનું ઉદ્ઘાટન કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કર્યુ હતું. જેમાં કાશ્મીરના લેહથી લઇને કન્યાકુમારી સુધીનો રસ્તો માત્ર 73 કલાકમાં પૂરો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સતત ડ્રાઇવિંગ કરીને સિદ્ધાર્થે આ ડ્રાઇવમાં ત્રીજો ક્રમ હાસેલ કર્યો હતો. લેહથી કન્યાકુમારી સુધીના સફર દરમિયાન સિદ્ધાર્થે 3889 કિલોમીટરનું અંતર કાપ્યુ હતું. જેના માટે તેમનું નામ ગુજરાત બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ અને નેપાળ બુક ઓફ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે. જણાવી દઇએ કે આ ડ્રાઇવ બિગબેશ સ્પોર્ટ્સ લીગ દ્વારા આયોજિત કરવામાં આવી હતી.

Read Also

The post ગૌરવ/ મોટર સ્પોર્ટ્સ લીગમાં સિદ્ધાર્થ જોશીએ રોશન કર્યુ ગુજરાતનું નામ, સુરતના યુવકે હાંસલ કર્યુ ત્રીજુ સ્થાન appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next