Advertisement

Shubh Mangal Zyada Saavdhan Movie Review : આ એક લવસ્ટોરી છે, ગે લવસ્ટોરી નથી !

04:47 PM Feb 22, 2020 | Mayur |
Advertisement

GSTV

આયુષ્માન ખુરાના. છેલ્લા બે વર્ષથી બોક્સઓફિસ પર કિંગ બનીને રાજ કરી રહ્યો છે. 2019માં છેલ્લે આયુષ્માને ડ્રિમ ગર્લ ફિલ્મ કરી હતી. જેને આયુષ્માનની જ દરેક ફિલ્મોની માફક અભૂતપૂર્વ સફળતા મળી હતી. અને હવે આયુષ્માનનું નામ એ સુપરસ્ટારની વચ્ચે આવી ગયું છે કે તેની એક પણ ફિલ્મ ફ્લોપ નથી જતી. આજે સરવૈયુ કાઢવા નીકળએ તો પણ આયુષ્માનની છેલ્લી કઈ ફિલ્મ નિષ્ફળ નિવડી હતી તેની પણ ફેન્સને જાણકારી નથી. શુભ મંગલ જ્યાદા સાવધાન આયુષ્માનની ગે લવસ્ટોરી ધરાવતી ફિલ્મ છે. પણ બનાવવામાં એટલા માટે આવી છે કે તેને ગે લવસ્ટોરીની જગ્યાએ માત્ર લવસ્ટોરીનું નામ આપવામાં આવે.

કહાની

અમન અને કાર્તિક નામના દિલ્હીમાં રહેતા બે છોકરાઓની વાર્તા છે. એકબીજાને અનહદ પ્રેમ કરે છે. એક છોકરીને ભગાવે છે સાથે પોતે પણ ભાગીને ઈલાહાબાદ પહોંચી જાય છે. જ્યાં અમનની બહેન રજની ઉર્ફ ગોગલના શુભ વિવાહ થઈ રહ્યાં છે. એક છોકરી તો અમનના માતા-પિતાએ તેના માટે પણ જોયેલી છે, પણ માતા-પિતાને ખ્યાલ નથી કે તે એક પુરૂષના પ્રેમમાં પડ્યો છે. પહેલા તો ઉપર ઉપરથી તેને લોકો મિત્ર સમજે છે. પણ એક વખત ગે હોવાની વાત પ્રકાશમાં આવી જાય છે. મચી જાય છે બવાલ. ફુલ ટુ કોહરામ. સમાજ અમન અને કાર્તિકની જોડીને સ્વીકારતા નથી. બસ આ છે ફિલ્મની વાર્તા. વધારે મસ્તી જોવી હોય તો થીએટરમાં જવું.

કેવું કામ રહ્યું ?

આયુષ્માને ફિલ્મમાં કાર્તિક નામના યુવાનનો રોલ પ્લે કર્યો છે. એ જે કરી શકે છે તે જ રીતે ફિલ્મમાં પોતાનો કમ્ફર્ટ ઝોન ક્રિએટ કર્યો છે. નાકમાં નોજરિંગ લગાવીને ફિઝીકલ લેવલે તે વધારે જ એક્ટિવ લાગી રહ્યો છે. બાકી તો આયુષ્માન છે જ. આયુષ્માનના બોયફ્રેન્ડનો રોલ અમને પ્લે કર્યો છે. રિયલ નામ જીતેન્દ્ર કુમાર. જીતેન્દ્રની પ્રેઝન્સ ફિલ્મને રિલેટેબલ બનાવે છે. તેની પર્સનાલિટી બિલ્કુલ બોય નેક્સ્ટ ડોર જેવી લાગી રહી છે. તેને જોઈને એવું જ લાગે છે કે આ માત્ર રેગ્યુલર વ્યક્તિની કહાની છે. જે સમાજના કોઈ ઘરમાં જ બનતી હોય. સાથે છે ગજરાજ રાવ અને નીના ગુપ્તાની જોડી. જે આ પહેલા શુભમંગલ સાવધાનમાં પણ હતા. જે માણસ સ્ક્રિન પર સૌથી વધારે મઝા કરાવે છે તેનું નામ છે મનુ ઋષિ ચઢ્ઢા. ફિલ્મમાં તે કોઈ પણ વસ્તુ કરે ત્યારે એક પ્રકારનો એન્ટરટેઈનમેન્ટનો ચંદરવો છવાય જાય છે. એ હસાવ્યા જ કરે છે.

સંગીત કેવું છે ?

આજ કાલ સોશિયલ મેસેજ પર આધારિત ફિલ્મ હોય તો ફિલ્મમાં થોકબંધ વનલાઈનરો ફરજીયાત હોવા જોઈએ તેવું બંધારણ ઘડાઈ ગયું છે. જેથી સીટી બઝાવવાનું મન થાય. કોઈ કોઈ વાર વન લાઈનર્સ ક્લિક થાય છે કોઈવાર માથા ઉપરથી જ ચાલ્યા જાય છે. મનોરંજનના સીમાડાને પણ ટીપ જાય તેવી આ ફિલ્મમાં હર્ડલ્સ તરીકે બેકગ્રાઊન્ડ મ્યુઝિક આવે છે. એવું લાગે છે કે દરેક પંચલાઈન બાદ વાગતું મ્યુઝિક તમને મેસેજ આપી રહ્યું છે કે હવે શ્રીમાન આપ શ્રીને હસવાનું છે. બેકગ્રાઊન્ડની વાત થઈ તો સંગીત વિશે પણ વાત કરી લઈએ. મ્યુઝિક એવરેજ છે. કુલ ચાર ગીતો છે. તેમાં ઓલ્ડ ઈઝ ગોલ્ડ સાથે અરે પ્યાર કર લે ફિલ્મની સ્ટોરી સાથે મેચ થઈ જાય છે.

ઘણી વસ્તુઓ સમજમાં જ નથી આવતી

Advertisement

તો ફિલ્મમાં કેટલીક વસ્તુઓ એવી છે કે સમજવામાં જ નથી આવતી. જેમ કે ફિલ્મની ઓપનિંગ સિક્વેન્સ, જેને ટેક્નિકલી ભાષામાં ફેડ ઈન કહેવાય. બે છોકરાઓ એક છોકરીને ભગાડી રહ્યાં છે. તેની પાછળની શું કહાની હતી ? અને શા માટે ભગાવવામાં આવી ? તેના પર ભાર જ નથી મુકવામાં આવ્યો. એ સીન ફિલ્મમાં એક્સ્ટ્રા લાગે છે. એ પણ એવા સમયે જ્યારે છોકરીનો રોલ એક મોટી કાસ્ટ તરીકે છે. ફિલ્મમાં કાળી ગોબીનો આવિષ્કાર કર્યો તેનો અર્થ શું છે ? આયુષ્માનની ફિલ્મોમાં લોકેશન ધારદાર હોય છે. કારણ કે સામાન્ય માણસની વાર્તા છે. અહીં ઈલાહાબાદ છે પણ રેલ્વે સ્ટેશન સિવાય ઈલાહાબાદ હોય તેવું કોઈ જગ્યાએ લાગતું જ નથી. બેક ટુ ડ્રિમ ગર્લ કાનપુર કેવું સરસ લાગતું હતું !

કથા સરસ છે અચૂક જોવી

આ ફિલ્મ એક મહત્વના મુદ્દાને પ્રાસંગિક રીતે સમાજની વચ્ચે લઈ જાય છે. જેથી તેના અંગે ચર્ચા થાય છે. એક સીન છે જ્યાં અમન અને કાર્તિક બાઈક પર જઈ રહ્યાં છે અને તેમની નજીક જ બીજી બાઈક આવે છે. જેમાં એક સ્ત્રી અને પુરૂષ છે. હવે સમજી જાઓ ! ફિલ્મમાં આવી ઘણી સિકવન્સ છે, જે રિયલ લાગે છે. શુભ મંગલ જ્યાદા સાવધાન તેના નામની માફક જ સાવધાની રાખીને ચાલે છે. તેને ગે અને હોમોસેક્શ્યુઅલિટીનો મુદ્દો સરસ રીતે સમજાવતા આવડે છે. એક દમ ફેમિલી ડ્રામા છે.

READ ALSO

The post Shubh Mangal Zyada Saavdhan Movie Review : આ એક લવસ્ટોરી છે, ગે લવસ્ટોરી નથી ! appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next