Advertisement

રાજ કુન્દ્રાને જામીન મળ્યા બાદ પુત્ર વિયાને સોશિયલ મીડિયા પર લખ્યો એવો મેસેજ, તેની માતા શિલ્પાને પણ થશે ગર્વ

03:37 PM Sep 21, 2021 | Vishvesh Dave |
Advertisement

GSTV

રાજ કુંદ્રાને જામીન આપવામાં આવ્યા છે અને મંગળવારે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. રાજના જામીન મળવાથી હવે આખો પરિવાર ખુશ હશે કારણ કે હવે બધા સાથે રેહશે. એટલું જ નહીં રાજના પુત્ર વિયાનએ એક સોશિયલ મીડિયા પોસ્ટ પણ શેર કરી છે, જેનાથી તમે વિશ્વાસ કરી શકશો કે તે પણ તેના પિતાના ઘરે પાછા ફરવાથી ખુશ છે.

વાસ્તવમાં શિલ્પા અને બંને બાળકોનો ફોટો વિયાન નામના સોશિયલ મીડિયા એકાઉન્ટપરથી શેર કરવામાં આવ્યો છે. ત્રણેય એક જ આઉટફિટમાં જોવા મળી રહી છે અને શિલ્પા બંને બાળકોને ગળે લગાવી રહી છે. આ એકાઉન્ટ શિલ્પા શેટ્ટીના પુત્ર વિયાનનું હોવાનું કહેવાય છે. જો કે અમે તેની પુષ્ટિ કરતા નથી. આ પોસ્ટ શેર કરતાં વિયાનએ લખ્યું હતું કે ,’જીવન ભગવાન ગણપતિનાની સૂંઢ જેટલું લાંબુછે, મુશ્કેલીઓ ઉંદર જેટલી નાની છે અને મોદક જેવી ક્ષણો છે. ગણપતિ બાપ્પા મોરિયા.’

અહીં જુઓ પોસ્ટ

શિલ્પાની પોસ્ટ

રાજને જામીન મળ્યા બાદ શિલ્પાએ પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં લખ્યું હતું કે, ‘મેઘધનુષ્યના હોવા પરથી સાબિત થાય છે કે તોફાન પછી પણ સુંદર વસ્તુઓ થઇ શકે છે.’

વૈષ્ણોદેવી મંદિર ગઈ હતી શિલ્પા

શિલ્પા તાજેતરમાં વૈષ્ણોદેવી મંદિર ગઈ હતી. શિલ્પાના ફોટા અને વીડિયો વૈષ્ણોદેવીની મુલાકાત લેતી વખતે વાયરલ થયા હતા. લગ્ન બાદ શિલ્પાએ પહેલી વાર બાપ્પાનું પણ એકલા સ્વાગત કર્યું હતું. શિલ્પા બાપ્પાને એકલી ઘરે લઈ આવી હતી. શિલ્પાએ રાજના જામીન માટે ઘણી પ્રાર્થના કરી હતી અને હવે આખરે અભિનેત્રીની પ્રાર્થના સ્વીકારવામાં આવી છે. રાજને ૫૦,૦૦૦ રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે.

119 અશ્લીલ વિડિયોઝ મળ્યા

Advertisement

મળતી માહિતી મુજબ તપાસ દરમિયાન રાજના મોબાઇલ, લેપટોપ અને હાર્ડ ડ્રાઇવ ડિસ્કમાંથી 119 વીડિયો મળી આવ્યા હતા, જેને તે 9 કરોડરૂપિયામાં વેચવાની યોજના બનાવી રહ્યો હતો.

વકીલે કોર્ટમાં આ દલીલ કરી

રાજના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે 1400 પાનાની ચાર્જશીટમાં રાજએ કન્ટેન્ટ અપલોડ કર્યું હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. રાજ અને તેના આઇટી હેડ રાયને ક્યારેય સામગ્રી અપલોડ કરી નથી. આ બધું ફક્ત નિર્માતાઓ અને સેલેબ્સ જ નક્કી કરતા હતા.

એવા પણ અહેવાલો આવ્યા છે કે રાજને મુક્ત કરવામાં આવ્યો હોવા છતાં રાજના સહાયક યશ ઠાકુર સામે લુક આઉટ નોટિસ જારી કરવામાં આવી છે.

ALSO READ

The post રાજ કુન્દ્રાને જામીન મળ્યા બાદ પુત્ર વિયાને સોશિયલ મીડિયા પર લખ્યો એવો મેસેજ, તેની માતા શિલ્પાને પણ થશે ગર્વ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next