Advertisement

અશ્લિલ ફિલ્મો/ તારા આવા ધંધાને કારણે મારા પરિવારની થઈ રહી છે બદનામી, રાજ કુન્દ્રા પર જોરદાર બગડી શિલ્પા શેટ્ટી

05:16 PM Jul 27, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

પોર્ન ફિલ્મો બનાવવાના રેકેટમાં પકડાયેલા રાજ કુન્દ્રાના કારણે બોલીવૂડ સ્ટાર શિલ્પા શેટ્ટી પણ મુસિબતમાં આવી ગઈ છે. હવે એવી વિગતો બહાર આવી છે કે, પોલીસ કસ્ટડીમાં રાજ કુન્દ્રાને જોઈને શિલ્પા શેટ્ટી ભડકી ઉઠી હતી અને પોલીસની હાજરીમાં જ શિલ્પાએ રાજ કુન્દ્રાને તતડાવી નાંખ્યો હતો. એવું કહેવાય છે કે, 23 જુલાઈએ જ્યારે મુંબઈ પોલીસ રાજ કુન્દ્રાને લઈને શિલ્પા શેટ્ટીની પૂછપરછ માટે તેના ઘરે પહોંચી ત્યારે શિલ્પા ભારે ગુસ્સામાં જોવા મળી હતી.

તેણે બૂમો પાડીને રાજ કુન્દ્રાને કહ્યું હતું કે તારા બિઝનેસથી મારા પરિવારની બદનામી થઈ રહી છે. ઘણા પ્રોજેક્ટસ મારા હાથમાંથી નીકળી ગયા છે. એવું પણ કહેવાય છે કે, શિલ્પા શેટ્ટીએ પતિ રાજ કુન્દ્રાને કહ્યું હતું કે, એપ અને બિઝનેસ અંગે તારે મને કહેવું જોઈતું હતું. એ પછી શિલ્પા જોર જોરથી રડવા માંડી હતી અને એ જોઈને રાજ કુન્દ્રાની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.

દરમિયાન મુંબઈ પોલીસ ફરી વખત શિલ્પા શેટ્ટીની પૂછપરછ માટે તૈયારી કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના કહેવા પ્રમાણે શિલ્પા અને રાજનું જોઈન્ટ બેન્ક એકાઉન્ટ રાજ કુન્દ્રાની ઓફિસમાંથી મળેલું સિક્રેટ લોકર, તેમાંથી મળેલા દસ્તાવેજો અને શિલ્પા શેટ્ટીના નામે ખરીદાયેલી કરોડોની સંપત્તિ પણ શંકા ઘેરામાં છે. શિલ્પા પોર્ન ફિલ્મો અંગે જાણકારી હોવાનો ઈનકાર કરી ચુકી છે.

પોર્નોગ્રાફિક ફિલ્મોના રેકેટમાં જેલની હવા ખાઈ રહેલા રાજ કુન્દ્રાને લઈને રોજ સ્ફોટક ખુલાસા થઈ રહ્યા છે. હાલ પોલીસ કસ્ટડીમાં રાજ કુન્દ્રાની પોલીસ પૂછપરછ કરી રહી છે. રાજ કુન્દ્રા બોલીવૂડની સ્ટાર શિલ્પા શેટ્ટીનો પતિ પણ હોવાથી આ કેસ પર આખા દેશની નજર છે. હવે એવી જાણકારી પણ સામે આવી છે કે, ફેબ્રૂઆરી મહિનામાં પોલીસે જ્યારે પોર્ન ફિલ્મો બનાવવાના રેકેટનો ભાંડો ફોડ્યો હતો તે પછી રાજ કુન્દ્રાએ પ્લાન બી તૈયાર કરી લીધો હતો.

Advertisement

દરમિયાન પોલીસે રાજ કુન્દ્રાની મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલી ઓફિસમાંથી હોટ શોટ બેનર હેઠળ 120 એડલ્ટ મૂવી રિકવર કરી છે. દરમિયાન રાજ કુન્દ્રાએ પ્લાન બીના ભાગરૂપે નવી એપ લોન્ચ કરીને તેના પર નવું કન્ટેન્ડ અપલોડ કરવા માટે કામ શરૂ કરી દીધું હતું. પોર્ન ફિલ્મોમાંથી સારી એવી કમાણી થઈ રહી હોવાથી રાજ કુન્દ્રાની ઈચ્છા હતી કે આ કામ ચાલુ રહે.

દરમિયાન પોલીસે રાજ કુન્દ્રાની ઓફિસે દરોડો પાડ્યો ત્યાં સુધીમાં ઘણો ડેટા ડિલિટ થઈ ગયો હતો. જે પાછો મેળવવા માટે પોલીસ ફોરેન્સિક એક્સપર્ટની મદદ લઈ રહી છે. મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં આ ઓફિસમાંથી 120 એડલ્ડ મૂવી રિકવર કરી છે. ડેટા રાજ કુન્દ્રાએ અથવા તેના સાથીદાર રાયને ડિલિટ કર્યો હોવાની શંકા છે.

દરમિયાન રાજ કુન્દ્રાને પોલીસ ધરપકડ કરશે તેવી આશંકા તો હતી જ અને માર્ચ મહિનામાં તેણે પોતાનો ફોન બદલી નાંખ્યો હતો. પોલીસને લાગે છે કે, જૂના ફોનમાં ઘણા પૂરાવા હશે. પોલીસ આ ફોનની પણ શોધ કરી રહી છે.

Read Also

The post અશ્લિલ ફિલ્મો/ તારા આવા ધંધાને કારણે મારા પરિવારની થઈ રહી છે બદનામી, રાજ કુન્દ્રા પર જોરદાર બગડી શિલ્પા શેટ્ટી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next