Advertisement

અશ્લિલ ફિલ્મો / શર્લિન ચોપરાનો ચોંકાવનારો ખુલાસો: શિલ્પા સાથે ખુશ નહતો રાજ કુન્દ્રા, બીજા પણ અન્ય ખુલાસા કર્યા

09:11 PM Jul 29, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

પોર્નોગ્રાફી કેસમાં ફસાયેલા રાજ કુન્દ્રા હાલ કસ્ટડીમાં છે. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે શર્લિન ચોપરાની પણ પૂછપરછ કરી છે અને તેણે કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ઉલ્લેખનીય છે કે શર્લિન ચોપરાએ તાજેતરમાં જ રાજ કુન્દ્રા અને પોર્ન વીડિયો અંગે ખુલીને વાત કરતા ટ્વીટર પર વીડિયો શેર કર્યો હતો, જેમા તેણે જણાવ્યું હતું કે આ સંબંધમાં સૌથી પહેલા તેણે જ મહારાષ્ટ્ર સાયબરને નિવેદન આપ્યું હતું.

શર્લિને રાજ કુન્દ્રા પર લગાવ્યા ગંભીર આરોપ

પોર્નોગ્રાફી કેસમાં શર્લિન ચોપરા મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલ સામે પોતાનો નિવેદન નોંધાવવા પહોંચી હતી. શર્લિને રાજ કુન્દ્રા પર ગંભીર આરોપ લગાવ્યા છે. અગાઉ શર્લિને જણાવ્યું હતું કે તેણે એડલ્ટ ઇન્ડસ્ટ્રીમાં લાવનાર વ્યક્તિ રાજ કુન્દ્રા હતો. શર્લિને પોતાના નિવેદનમાં જણાવ્યું કે રાજ કુન્દ્રા સાથે બિઝનેસ કોન્ટ્રાક્ટ, શર્લિન ચોપરા એડ અને શિલ્પા સાથે તેના સંબંધ અંગે પણ વાત કરી.

શર્લિને જણાવ્યું કે રાજે તેના ઘરે તેની સાથે બળજબરી કરી હતી. તેણે એપ્રિલ 2021માં રાજ કુન્દ્રા વિરુદ્ધ જાતિય શોષણનો આરોપ લગાવતા FIR નોંધાવી હતી. શર્લિને જણાવ્યું કે રાજ કુન્દ્રા 27 માર્ચ 2019ના રોજ બિઝનેસ મીટિંગ પછી જાણ કર્યા વગર તેના ઘરે આવ્યો. શર્લિને આરોપ લગાવ્યો કે રાજ તેની સાથે બળજબરી કરવા લાગ્યો, જેના માટે તેણે ના પાડી હતી.

શર્લિને વધુમાં જણાવ્યું કે તે કોઈ પરિણીત પુરુષ સાથે સંબંધ રાખવા નથી માંગતી, તેણે રાજને આ વાત કહી હતી. જેના માટે રાજે તેને કહ્યું કે તેની પત્ની શિલ્પા શેટ્ટી સાથેનો તેનો સંબંધ કોમ્પ્લિકેટેડ છે અને ઘરે મોટા ભાગે તે તણાવમાં રહે છે.

Advertisement

શર્લિન ચોપરાએ આરોપ લગાવ્યો કે રાજ કુન્દ્રા તેને બળજબરીથી ચુંબન કરી રહ્યો હતો, તે તેનો વિરોધ કરી રહી હતી. તેણે રાજને રોકાવવાનું કીધું, કારણ કે ડરેલી હતી, પરંતુ જ્યારે તે ના માન્યો તો તેણે તેને ધક્કો માર્યો અને પોતાને વોશરૂમમાં બંધ કરી દીધી.

હકીકતમાં શર્લિનનો રાજ કુન્દ્રા સાથે કોન્ટ્રાક્ટ હતો. શર્લિન રાજ કુન્દ્રાના ઘણા પ્રોજેક્ટ્સ માટે કામ કરી ચુકી છે, જેના માટે તેને એક મોટી રકમ પણ આપવામાં આવી હતી. તપાસ દરમિયાન ખબર પડી કે શર્લિન એક પ્રોજેક્ટ માટે આશરે 30 લાખ ચાર્જ કરતી હતી અને તેણે કુન્દ્રા માટે 15 થી 20 પ્રોજેક્ટ્સ કર્યા છે.

Read Also

The post અશ્લિલ ફિલ્મો / શર્લિન ચોપરાનો ચોંકાવનારો ખુલાસો: શિલ્પા સાથે ખુશ નહતો રાજ કુન્દ્રા, બીજા પણ અન્ય ખુલાસા કર્યા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next