Advertisement

ગૌરવ / બેમિન્ટન ખેલાડી તસનીમ મીરની ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી, ગુજરાતની સૌપ્રથમ ખેલાડી

11:23 PM Sep 05, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

મહેસાણાના બેડમિન્ટન ખેલાડી તસનીમ મીરની ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી થઈ છે. ગુજરાતમાંથી સૌપ્રથમ કોઈ બેડમિન્ટન ખેલાડીની ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી થઈ છે. તસનીમ મીર સાઈના નહેવાલ સાથે ભારતીય ટીમમાંથી રમશે. તે ડેનમાર્કમાં થોમસ એન્ડ ઉબેર કપમાં રમશે. ત્યારે તેના પરિવારજનોમાં પણ ખુશી છે. તસનીમના પિતા પોલીસકર્મી છે. અને તસનીમના કોચ પણ છે.

તસનીમ મીરે ઓગસ્ટ મહિનામાં બલ્ગેરિયાના પેઝારઝિકમાં યોજાયેલી અન્ડર-19 જુનિયર ઓપન ઇન્ટરનેશનલ ચેમ્પિયનશનિપમાં ચેમ્પિયન બની હતી. તસનીમ મીરે બીજી ક્રમાંકિત રશિયાની મારિયા ગોલુબેવાને 21-10, 21-12થી સીધા સેટમાં પરાજય આપ્યો હતો.

અગાઉ તસનીમ મીરે દુબઈમાં બે ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું અને દેશનું નામ રોશન કર્યું હતું. તસનીમ મીરે નેશનલ લેવલે 22 વખત ચેમ્પિયન બની છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે 5 ટાઈટલ મેળવ્યા છે.

Read Also

The post ગૌરવ / બેમિન્ટન ખેલાડી તસનીમ મીરની ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી, ગુજરાતની સૌપ્રથમ ખેલાડી appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next