Advertisement

ખિસ્સા ખાલી કરવા તૈયાર રહેજો! તહેવાર ટાણે સૌરાષ્ટ્ર જતી બસોમાં મુસાફરોનો ભારે ધસારો, આટલું વધારી દેવાયું બસનું ભાડુ

12:50 PM Aug 29, 2021 | Bansari |
Advertisement

GSTV

જન્માષ્ટમી અને સાતમ-આઠમના તહેવારોને લઈ સૌરાષ્ટ્ર તરફ જતી ખાનગી બસો અને એસટી બસોમાં મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે.રાજકોટ,પોરંબદર,દ્વારાકા,સોમનાથ,જામનગર અને જુનાગઢ તરફ મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરી રહ્યાં છે.મુસાફરોની ભીડને લઈ ખાનગી બસો તેમજ એસટી બસોએ એકસ્ટ્રા બસો મુકવાની જરૂર પડી છે.

ખાનગી બસોએ પોતાના ભાડામાં વધારો કરી દીધો

લોકોની ભીડને જોતા ખાનગી બસોએ પોતાના ભાડામાં વધારો કરી દીધો છે.ખાનગી બસોના ભાડાની જો વાત કરીએ તો, રાજકોટનું બસ ભાડું 600 રૂપિયા,પોરબંદરનું ભાડું 800થી 1000 રૂપિયા,સોમનાથ અને દ્વારકાનું બસ ભાડું 1000થી 1200 અને જામનગર અને જૂનાગઢનું ભાડું 800થી 1000 રૂપિયા સુધી ખાનગી ટ્રાવેલ્સ દ્વારા વસુલવામાં આવે છે. અમદાવાદ સરખેજ ઉજાલા ચોકડી પાસે મુસાફરો એકઠા થતા મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

Read Also

The post ખિસ્સા ખાલી કરવા તૈયાર રહેજો! તહેવાર ટાણે સૌરાષ્ટ્ર જતી બસોમાં મુસાફરોનો ભારે ધસારો, આટલું વધારી દેવાયું બસનું ભાડુ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next