GSTV
સેબીએ બુધવારે મુકેશ અંબાણી, અનિલ અંબાણી, અન્ય વ્યક્તિઓ અને એકમોને બે દાયકા જૂના કેસમાં ૨૫ કરોડનો દંડ ફટકાર્યો છે. વર્ષ ૨૦૦૦માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ટેકઓવર માટેના નિયમોનું પાલન નહીં કરવા બદલ આ દંડ કરાયો છે.
નીતા અંબાણી અને ટીના અંબાણીનો પણ સમાવેશ
સેબી દ્વારા દંડ કરવામાં આવેલી અન્ય વ્યક્તિઓમાં નીતા અંબાણી અને ટીના અંબાણીનો સમાવેશ થાય છે. સેબીએ તેના ૮૫ પાનાના આદેશમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૦માં આરઆઈએલના પ્રમોટર્સ કંપનીમાં પાંચ ટકાથી વધુ હિસ્સાનું હસ્તાંતરણ જાહેર કરવામાં નિષ્ફળ ગયા હતા. વર્ષ ૨૦૦૫માં મુકેશ અને અનિલ અંબાણીએ તેમના પિતા ધિરુભાઈ અંબાણીએ ઊભા કરેલા ઔદ્યોગિક એમ્પાયરનું વિભાજન કર્યું હતું.
નિયમો તોડ્યા
જાન્યુઆરી ૨૦૦૦માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (આરઆઈએલ)માં પ્રમોટરનો હિસ્સો ૧૯૯૪માં વોરન્ટ્સ ઈશ્યુના કન્વર્ઝનને પગલે વધારીને ૬.૮૩ ટકા કરાયો હતો. જોકે, પ્રમોટર ગૂ્રપ સબસ્ટેન્શિયલ એક્વિઝિશન ઓફ શૅર્સ એન્ડ ટેકઓવર્સ (એસએએસટી) નિયમ ૧૯૯૭ હેઠળ ઓપન ઓફર કરવામાં નિષ્ફળ ગયું હતું. આ નિયમ હેઠળ પ્રમોટર ગ્રુપે કોઈપણ નાણાકીય વર્ષમાં વોટિંગ અધિકારોના પાંચ ટકાથી વધુ હિસ્સાની ખરીદી માટે લઘુમતી રોકાણકારોને ઓપન ઓફર કરવી ફરજિયાત છે.
સેબીએ દંડ ફટકાર્યો
Related Articles
સેબીનો ૨૫ કરોડ રૂપિયાનો દંડ ૧૯૯૪માં વોરન્ટ્સ અલોટ કરનારા ૩૪ વ્યક્તિઓ અને એકમોએ સંયુક્ત રીતે ચૂકવવાનો છે, જેમાં મુકેશ અને અનિલ અંબાણી, તેમની માતા, પત્નીઓ નિતા અંબાણી અને ટીના અંબાણી તથા બાળકોનો સમાવેશ થાય છે. બજાર નિયમનકાર સેબીએ આ કેસમાં વર્ષ ૨૦૧૧માં અંબાણી પરિવારને શો કોઝ નોટીસ ફટકારી હતી.
READ ALSO
- નિયમોની ધજ્જિયા ઉડાવતી કંપનીઓ: મુકેશ-અનિલ અંબાણી સહિત 11 લોકો અને કંપનીઓ પર સેબીએ આટલા કરોડનો દંડ ફટકાર્યો
- કોરોનાકાળમાં ભારતમાં અબજોપતિ વધ્યા: જેક માને પાછળ રાખી એશિયાના સૌથી ધનિક બન્યા મુકેશ અંબાણી
- કોરોના બેકાબૂ: રાયપુર-છીંદવાડામાં લાગ્યુ સંપૂર્ણ લોકડાઉન, સમગ્ર પંજાબમાં લગાવી લીધૂ નાઈટ કર્ફ્યૂ, નેતાઓને પણ નહીં છૂટ
- ડરામણી સ્થિતિ/ દેશના મહારાષ્ટ્રમાં વાયરસનો કહેર વધ્યો, છેલ્લા 24 કલાકમાં 60 હજાર કેસો નોંધાતા મચ્યો હડકંપ
- રસીકરણનું રાજકારણ: દેશના કેટલાય રાજ્યોમાં ખૂટી ગયો રસીનો જથ્થો, કેન્દ્ર સરકારે રાજ્યો પર ઢોળ્યો દોષનો ટોપલો
The post નિયમોની ધજ્જિયા ઉડાવતી કંપનીઓ: મુકેશ-અનિલ અંબાણી સહિત 11 લોકો અને કંપનીઓ પર સેબીએ આટલા કરોડનો દંડ ફટકાર્યો appeared first on GSTV.