Advertisement

મોટો છબરડો/ ધોરણ 10નું ગણિત બાદ વિજ્ઞાનનું પેપર પણ ફૂટ્યૂ, ટ્યૂશન ક્લાસમાંથી પેપર લીક કરી વિદ્યાર્થીઓને મોકલ્યા

08:32 AM Oct 23, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

ધોરણ-૧૦માં પ્રથમ સત્રની પરીક્ષા ચાલી રહી છે અને તેના ગુણ મેઇન પરીક્ષામાં ગણાવાના છે. અત્યાર સુધી ઓફલાઇન ભણેલા બાળકો શાળા પર જઇને સત્ર પરીક્ષા આપવામાં જોઇએ તેવું હિર ઝળકાવી રહ્યાં નથી. ત્યારે ગાંધીનગર ગ્રામ્ય બાદ શહેર વિસ્તારમાં કોઇ ટયુશન ક્લાસમાંથી પેપર ફૂટયાની વાતે વ્યાપક ચર્ચા જગાવી છે. શિક્ષણ વિભાગની લાપરવાહી પણ આ સાથે ચર્ચાનો વિષય બની ચૂકી છે. બીજી બાજુ રાજ્યના શિક્ષણ વિભાગના આદેશના પગલે જિલ્લા શિક્ષણતંત્ર દ્વારા આ અંગે તપાસનો ધમધમાટ શરૃ કરવામાં આવ્યો છે. જોકે ત્રણ દિવસ પહેલા પણ પેપર ફૂટયાના પ્રકરણમાં કંઇ તથ્ય નહીં હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કહેવામાં આવ્યુ હતું.

શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧૦, ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓની પ્રથમ અને બીજી પરીક્ષા માટે વિશેષ આયોજન કરાયું છે તેના પ્રમાણે શાળા પોતે જ પેપર તૈયાર કરીને પરીક્ષા લઇ શકે છે અથવા બોર્ડ દ્વારા તૈયાર કરાયેલા પેપર જિલ્લા શિક્ષણાધિકારી મારફત શાળાને પહોંચતા કરવામાં આવે અને તે પેપર પ્રમાણે પરીક્ષા લઇ શકાય છે. આવું બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલુ ધોરણ-૧૦માંનું પેપર ટયુશન ક્લાસ દ્વારા સોશિયલ મિડીયામાં વાયરલ કરવાની સાથે તેમના વિદ્યાર્થીઓને મોકલી દેવામાં આવ્યાનો કિસ્સો વાયરલ થઇ ગયો છે. બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા પેપર સોફ્ટ કોપીમાં જિલ્લા શિક્ષણાધિકારીને મળે છે અને શાળા તેના પર પરીક્ષા લેવા ઇચ્છતી હોય તો તેણે જિલ્લા શિક્ષણાધિકારીનો સંપર્ક કરીને તેની પાસેથી પેપર મેળવી લેવાનું રહે છે. આ સંજોગોમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલુ વિજ્ઞાાન વિષયનું પેપર ટયુશન ક્લાસના સંચાલક સુધી કેવી રીતે પહોંચ્યુ તે ચર્ચાનો વિષય બન્યો છે.

READ ALSO

The post મોટો છબરડો/ ધોરણ 10નું ગણિત બાદ વિજ્ઞાનનું પેપર પણ ફૂટ્યૂ, ટ્યૂશન ક્લાસમાંથી પેપર લીક કરી વિદ્યાર્થીઓને મોકલ્યા appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next