Advertisement

સુરત/ સ્કૂલ યુનિફોર્મ પહેરેલી ધોરણ 10ની વિદ્યાર્થીની યુવક સાથે રંગરેલિયાં મનાવતાં પકડાઈ

08:34 AM Sep 23, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

ઘરેથી બાળકો નીકળીને ક્યાં જાય છે. એ માતા પિતા એટલા માટે ધ્યાન રાખતા નથી કે કામનું ભારણ અને બાળકો પરનો વિશ્વાસ તેમને અવિશ્વાસ કરવા માટે મજબૂર કરતો નથી પણ સુરતમાં એક એવો કેસ સામે આવ્યો છે જે માબાપને મજબૂર કરશે કે બાળકો પાછળ હવે ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે બાળકોની ભૂલ તેમને સામાજિક બદનામી અપાવશે.

કોરોનામાં બહુ સમયથી પ્રેમી સાથે ન મળેલી એક પ્રેમિકા સ્કૂલ યુનિફોર્મમાં જ મળવા માટે પહોંચી અને પકડાઈ ગઈ. આ એક કેસે મા બાપને ફરી ચિંતામાં મૂકી દીધા છે.

આ કેસની વિગતો એવી છે કે સુરતના અડાજણમાં એક બંગ્લામાં ફર્નિચરની કામગીરી ચાલી રહી હતી. જ્યાં પ્રેમીને મળવા માટે સગીર પ્રેમિકા પહોંચી ગઈ. જેને સ્કૂલ ડ્રેસ પહેર્યો હોવાથી આજુબાજુના લોકોને શંકા ગઈ હતી. બંને રંગરેલિયા મનાવી રહ્યાં હતા અને લોકો પહોંચી ગયા અને બંનેને પકડી લીધા. જે દરમિયાન પોલીસ પણ દોડી આવી તો પ્રેમી ફરી ગયો અને પ્રેમિકાએ જ મજબૂર કર્યો હોવાની કેફિયત આપી. એને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હું ના પાડતો હતો પણ સગીર યુવતી મને મજબૂર કરતી હતી.

સુરતના રાંદેર વિસ્તારમાં રહેતો ક્રિષ્ના પ્રજાપતિ ફર્નિચરનું કામ કરે છે. બુધવારે સવારે ક્રિષ્ના અડાજણમાં આનંદમહેલ રોડ પર શાંતિનિકેતન સોસાયટીના એક બંગ્લામાં ફર્નિચરનું કામ કરી રહ્યો હતો. આ સમયે સ્કૂલ ડ્રેસમાં તેની પ્રેમિકા પહોંચી ગઈ હતી. વોચમેનને આ અંગેની પૂછપરછ કરતાં વોચમેને બાદમાં આ અંગે સોસાયટીના પ્રમુખને જાણ કરી હતી.

Advertisement

પોતાની સોસાયટીમાં ખરાબ કામ થતા હોવાનું માની પ્રમુખે પોલીસને ફોન કર્યો હતો. પોલીસ પહોંચતાં યુવક અને સગીરા ગભરાઈ ગયા હતા. યુવતીના મા બાપને બોલાવતાં તેઓ ભડકી ગયા હતા. એમને તો દીકરીને સ્કૂલે મોકલી હતી પણ તે પ્રેમી સાથે રગરેલિયાં મનાવવા પહોંચી ગઈ હતી. આ બતાવે છે કે મા બાપે ચેતવાની જરૂર છે.

READ ALSO

The post સુરત/ સ્કૂલ યુનિફોર્મ પહેરેલી ધોરણ 10ની વિદ્યાર્થીની યુવક સાથે રંગરેલિયાં મનાવતાં પકડાઈ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next