Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી વિવાદમાં વધુ એક ખુલાસો, ભાવિન કોઠારીની ભલામણના સ્ક્રિન શોટસ સામે આવતા નવો વળાંક

10:47 AM Oct 22, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભરતી વિવાદમાં વધુ એક સિન્ડિકેટ સભ્યનું નામ ચર્ચામાં આવ્યું છે. સિન્ડિકેટ સભ્યો ડૉકટર ભાવિન કોઠારીએ કરાર આધારિત અધ્યાપકોની ભરતીમાં ભલામણ કરી હતી. તેઓ દ્વારા ચિંતન પંચાસરા અને દાવિત ધ્રુવના નામોની ભલામણ કરવામાં આવી હતી. ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં કરાર આધારિત અધ્યાપકની નિમણૂંક માટે ભલામણ કરવામાં આવી હતી. ડૉકટર ભાવિન કોઠારીની ભલામણના સ્ક્રિન શોટસ બહાર આવતા ભરતીકાંડમાં વધુ એક વળાંક આવ્યો છે. સૂત્રોના મતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાજપ પ્રેરિત સિન્ડિકેટ સભ્યોના બે જૂથ વચ્ચે આંતરિક વિખવાદ જોવા મળ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિ.નાં અધ્યાપક ભરતી પ્રકરણમાં પણ વિવાદ ઉઠતા ત્વરીત પસંદગી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય આવ્યો હતો

સૌરાષ્ટ્ર યુનિ.નાં કરાર આધારીત અધ્યાપકોની ભરતીનાં મુદ્દે વગદાર સિન્ડીકેટ સભ્યોની મનમાનીના અનેક ચર્ચાસ્પદ પ્રકરણો બહાર આવ્યા પછી ગાંધીનગરમાં ભાજપના મોવડી મંડળ સુધી ફરિયાદો હવે રાજકીય રીતે દાવ લેવામાં આવી રહ્યો હોય તેવો ઘાટ ઘડાઈ રહ્યો છે. વિજય રૂપાણી સાથે નજીકનાં સબંધો ધરાવતા સ્વનિર્ભર શાળા સંચાલકો થોડા દિવસો પહેલાં નવી સરકારમાં મંત્રીઓની શુભેચ્છા મુલાકાતે ગયા હતાં. ત્યારે તેમની સાથે અણગમતું વર્તન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સૌરાષ્ટ્ર યુનિ.નાં અધ્યાપક ભરતી પ્રકરણમાં પણ વિવાદ ઉઠતા ત્વરીત પસંદગી પ્રક્રિયા રદ કરવાનો નિર્ણય આવ્યો હતો.

હવે રાજકીય રીતે રાજકોટની યુનિ.ના સિન્ડીકેટ સભ્યોને પાડી દેવા માટે ગતિવિધિઓ શરૂ થઈ હોય તેવી ચર્ચાઓ યુનિ. કેમ્પસમાં શરૂ થઈ છે. દરમિયાન આજે યુનિ.ના કુલપતિ પ્રો. પેથાણી રાજયના તમામ કુલપતિઓની નવી શિક્ષણનીતિની કોન્ફરન્સ માટે ગાંધીનગર પહોંચતા યુનિ.માં અધ્યાપકોની ભરતી પ્રકરણમાં કુલપતિ ગાંધીનગર પહોંચ્યા હોવાની વિગતો વહેતી થઈ હતી. ભાજપ સરકાર બદલાયા પછી નવા જૂના મંત્રીઓ વચ્ચે જે અહંનો ટકરાવ રહ્યો છે તેના લીધે અધ્યાપકોની ભરતી પ્રક્રિયામાં ભલામણો કરનારા સિન્ડીકેટ સભ્યોની હકાલપટ્ટી થશે. તેવી ચર્ચા યુનિ. કેમ્પસમાં બળવતર બની રહી છે.

READ ALSO :

The post સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી વિવાદમાં વધુ એક ખુલાસો, ભાવિન કોઠારીની ભલામણના સ્ક્રિન શોટસ સામે આવતા નવો વળાંક appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next