Advertisement

ધોધમાર/ સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ માઝા મૂકી: અમરેલીથી લઇને રાજકોટ સુધી કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, ખેડૂતો ખુશખુશાલ

10:40 AM Sep 01, 2021 | Bansari |
Advertisement

GSTV

સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. અમરેલી જિલ્લામાં વરસાદ શરૂ થયો હતો.મોડી રાતથી જ અમરેલી જિલ્લાના આસપાસના વિસ્તારમાં વરસાદ શરૂ થતા વાતાવરંણમાં ઠંડક જોવા મળી હતી.અમરેલીના લાઠી,બાબરા સહિતના વિસ્તારમાં મોડી રાતથી મેઘરાજાએ પધરામણી શરૂ કરી હતી.તો અમરેલીના વડિયા પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.વરસાદને લઈ.અમરેલી જિલ્લામાં વાવેતર કરેલ કપાસ,મગફળી,સોયાબીન સહિતના પાકોને નવું જીવનદાન મળ્યું છે.

રાજકોટમાં ભારે વરસાદ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં મેઘસવારી લાંબા વીરામ બાદ આવી પહોંચી છે.  મધરાતથી ઝરમર વરસતા મેઘરાજાએ વહેલી સવારે જોર પકડી લીઘું હતુ. ખેડૂતોના પાકને નુકશાન થવાની શરૂઆત થવાની તૈયારી હતા એવામાં જ વરસાદ શરૂ થતા ખેડૂતોએ હાશ અનુભવી હતી.

ગોંડલમાં પવન સાથે ધોધમાર વરસાદ

સૌરાષ્ટ્રમ પણ વરસાદની સવારી પહોંચી ચૂકી છે. રાજકોટના ગોંડલમાં પવન સાથે ધોધમાર વરસાદ થયો છે. લાંબા સમય બાદ ધોધમાર વરસાદ થતા ખેડૂતના કાળજે ટાઢક થઇ હતી.

ધોરાજીમાં સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

ધોરાજીમાં સતત બીજા દિવસે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી.જન્માષ્ટમીના પાવન પર્વ બાદ વરસાદ શરૂ થતા લોકોમાં ખુશી જોવા મળી હતી.જગતનો તાત વરસાદ ખેંચાતા ચિંતામાં ઘેરાયો હતો ત્યારે મેઘરાજાએ પધરામણી કરતા ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે.સાર્વત્રિક વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

માંગરોળમાં લાંબા વિરામબાદ વરસાદી માહોલ

Advertisement

જુનાગઢ માંગરોળમાં લાંબા વિરામબાદ વરસાદી માહોલ છવાયો છે. સવાર સુધીના  12 કલાકમાં તાલુકામાં 128 મીમી વરસાદ નોધાયો છે. લાંબા વિરામ બાદ વરસાદ થતાં ખેડુતોમાં ખુશી ફેલાઇ હતી. ધીમી ધારે વરસાદ વરસતાં મગફળીના પાકને જીવતદાન મળ્યુ છે.

પોરબંદર જિલ્લાભરના મેઘ સવારી જામી

પોરબંદર જિલ્લાભરના મેઘ સવારી જામી છે. ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદથી ઠંડકનો માહોલ વરસાદને કારણે ખેડૂતોના સૂકા પાકને જીવનદાન મળશે તેવી સંભાવના છે. જિલ્લાના મોટા ભાગના સ્થળોમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે

કેશોદમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ

કેશોદ પંથકમાં પણ ધોધમાર વરસાદ થયો છે. સતત ધીમીધારે પડતાં વરસાદે જોર પકડતા 1 કલાકમાં 1 ઇંચ વરસાદ થયો હતો.  કેશોદ પંથકમાં 24 કલાક દરમ્યાન 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદથી ખેડૂતો રાજી થયા હતા.

ગીર સોમનાથમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ

ગીર સોમનાથ જિલ્લામાં સવારેથી જ વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે.લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.સાર્વત્રિક વરસાદ શરૂ થતા ખેડૂતોના પાકને નવુ જીવનદાન મળ્યું હતું.

વીરપુરમાં સવારથી જ મેઘરાજાની પધરામણી

યાત્રાધામ વીરપુરમાં સવારથી જ મેઘરાજાએ પધરામણી કરી હતી.સાર્વત્રિક વરસદાને લઈ ખેડૂતોએ વાવેતર કરેલા કપાસ,મગફળી,સોયાબીન જેવા પાકોને જીવનદાન મળ્યું છે.એકધારા વરસાદને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.વીરપુરમાં ભારે વરસાદને લઈ રોડરસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

હળવદમાં ભારે ગાજવીજ કડાકાભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

લાંબા સમયના વિરામ બાદ હળવદ પંથકમાં મેઘરાજાની પધામણી થઇ છે. હળવદ શહેરમાં ભારે ગાજવીજ કડાકાભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ. વહેલી સવારે ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદને કારણે ખેડૂતો અને માલધારીમાં ખુશીનુ મોજુ ફરી વળ્યુ હતુ.

ભરૂચમાં સાર્વત્રિક વરસાદ

ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. સવારે છ વાગ્યા સુધીમાં જિલ્લામાં કુલ 162 મી.મી વરસાદ વરસ્યોવે. જિલ્લાના તમામ ૯ તાલુકાઓમાં વરસાદ થયો છે.

Read Also

The post ધોધમાર/ સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ માઝા મૂકી: અમરેલીથી લઇને રાજકોટ સુધી કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, ખેડૂતો ખુશખુશાલ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next