Advertisement

પુરની સ્થિતિ/ ભારે વરસાદથી સૌરાષ્ટ્રનો આ રસ્તો બંધ, વરસાદી પાણી ફરી વળતા અનેક રાહદારીઓ અટવાયા

11:53 AM Sep 01, 2021 | Bansari |
Advertisement

GSTV

જૂનાગઢ માળીયા હાટીનાની વ્રજમી નદીમાં પુરની સ્થીતિ ઉભી થઇ છે. વરસાદ ખેચાતા આ નદી ખાલીખમ હતી. પરંતુ ઉપરવાસમાં ભોર વરસાદને કારણે નદીમાં પુર આવ્યા છે. ખેડૂતો પણ નદી બે કાંઠે વહેતી થતા ખુશ થયા હતા. માળીયા હાટીના પંથકમાં ધોધમાર વરસાદ થયો છે. ગીર ઉપરવાસમાં ભારે વરસાદ પડવાથી માળીયા હાટીનાથી તાલાળા તરફ જતો રસ્તો બંધ થયો છે. ભારે વરસાદના કારણે વોકળાઓ છલકાયા છે. તો રસ્તો બંધ થતાં અનેક રાહદારીઓ અટવાયા હતા.

લાડુડી ગામમાં વરસાદી પાણી ભરાયા

માળીયા હાટીનાના લાડુડી ગામમાં વરસાદી પાણી ભરાયા છે. ગીર ઉપરવાસમાં ગત રાતથી ભારે વરસાદના કારણે નદી, વોકળાં છલકાયા છે. ગામના ઝાંપા સુધી ઘુંટણ સમા પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો પડી હતી. પરંતુ લાંબા વિરામ બાદ વરસાદથી ખુશીનો માહોલ છવાયો છે.

મેઘળ નદીમાં ભારે વરસાદને લઈ ઘોડાપુર

માળીયા હાટીનાની મેઘળ નદીમાં ભારે વરસાદને લઈ ઘોડાપુર આવ્યું હતું. ભારે વરસાદને લઈ માળીયાથી જાનુડાથી ખોરાસા તરફ જતો રસ્તો બંધ કરવો પડ્યો હતો.ગીર ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નદીઓ ગાંડીતુર બની છે.

જૂનાગઢ જિલ્લામાં વરસાદની પધરામણી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.જૂનાગઢની આસપાસના વિસ્તારમાં સતત બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે.જૂનાગઢ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં બે ઈંચથી 9 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.લાંબા વિરામબાદ જૂનાગઢ જિલ્લામાં વરસાદ શરૂ થતા ખેડૂતો ખુશીનો લહેર જોવા મળી હતી.

Read Also

Advertisement

The post પુરની સ્થિતિ/ ભારે વરસાદથી સૌરાષ્ટ્રનો આ રસ્તો બંધ, વરસાદી પાણી ફરી વળતા અનેક રાહદારીઓ અટવાયા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next