Advertisement

પટેલને બદનામ કરી રહી છે કોંગ્રેસ, BJPએ CWC બેઠકનો હવાલો આપીને લગાવ્યા ગંભીર આક્ષેપ

07:33 PM Oct 18, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

BJP નેતા અને પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં સરદાર પટેલને બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે. BJP પ્રવક્તાએ મીડિયા રિપોર્ટ્સનો હવાલો આપતા કહ્યું છે કે કોંગ્રેસકાર્યકારી સમિતિ(CWC)ની બેઠકમાં પાર્ટી નેતા તારિક હમિદ કારાએ કહ્યું હતું કે આ સમગ્ર આયોજનમાં સરદાર પટેલ જિન્ના સાથે મળેલા હતા.કારાએ કહ્યું કે જિન્ના સાથે મળીને સરદાર પટેલ કાશ્મીરને હિન્દુસ્તાનને ભારતથી અલગ કરવાના પ્રયાસો કરી રહ્યા હતા. પાત્રાએ કારાના નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે નહેરુને કારણે જ આજે કાશ્મીર ભારતનો હિસ્સો છે.

શું રાહુલ અને સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો?

BJPએ કહ્યું કે આ વાતચીતથી ઘણા સવાલો ઉભા થાય છે. BJPપ્રવક્તાએ કહ્યું કે જયારે પટેલને આ રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે તો શું કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તેના પર વાંધો ઉઠાવ્યો હતો? પાત્રાએ કહ્યું કે શું આ પ્રશ્ન સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તરફથી ઉઠ્યો કે આ પ્રકારે કારાએ આ રીતનું નિવેદન ન કરવું જોઈએ. BJP કહ્યું કે તેઓ આ વાત જાણવા માંગે છે.

કોંગ્રેસમાં ચાપલુસીની પરાકાષ્ઠા

BJP પ્રવક્તાએ કહ્યું કે ચાપલુસીની પરાકાષ્ઠા છે કે કોંગ્રેસના નેતા તારિક હમિદ કારા જેમણે સરદાર પટેલને લઈને આ સવાલ ઉઠાવ્યો છે, તેમનું એક જ ઉદ્દેશ્ય હતું કે રાહુલ ગાંધીને ફરી કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સ્થાપિત કરવા. પાત્રાએ કોંગ્રેસ કાર્યસમિતિ (CWC)ની બેઠકમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાને લઈને પાર્ટી નેતાઓનું મંતવ્ય જાણવા માટેની વાત પણ કહી. તેમણે કહ્યું કે આ ક્રમમાં કારાએ ગાંધી પરિવારના વખાણ કર્યા અને સરદાર પટેલને બદનામ કર્યા. BJP નેતાએ સવાલ કર્યો કે શું માત્ર એક પરિવારે જ દેશ માટે બધું કર્યું છે. બાકી કોઈએ દેશ માટે કઈ જ નથી કર્યું?

કોંગ્રેસની CWC બેઠકે ફેલાવ્યો ભ્રમ

BJP પ્રવક્તાએ કહ્યું કે કોંગ્રેસે પોતાની કાર્યસમિતિ(CWC)ની બેઠકમાં જિન્ના અને સરદાર પટેલની મિલીભગતની વાત કરીને ભ્રમ ઉભો કરવાનો પ્રયાસ કર્યો છે. BJP પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે કોંગ્રેસે ન માત્ર ભ્રમ ફેલાવ્યો છે પરંતુ પાપ પણ કર્યું છે. તેમણે કહ્યું કે BJP સવાલ કરે છે કે તારિક હમિદ કારાએ જે પ્રકારના શબ્દોનો પ્રયોગ કર્યો તેના માટે તેમને કોંગ્રેસ માંથી નિષ્કાશીત કરવામાં આવશે. પાત્રાએ કહ્યું કે પહેલા વીર સાવરકરને બદનામ કરવા અને તેમને લઈને ભ્રમ ફેલાવવાનું પણ કામ કરવામાં આવ્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Advertisement

The post પટેલને બદનામ કરી રહી છે કોંગ્રેસ, BJPએ CWC બેઠકનો હવાલો આપીને લગાવ્યા ગંભીર આક્ષેપ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next