Advertisement

શિક્ષક દિવસ 2021 / ખરેખર ધન્ય છે આ શિક્ષિકાની માતા, બાળકોને ભણાવવા 23 વર્ષથી કરે છે પહાડની સફર

03:39 PM Sep 05, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

બાળકોના ભવિષ્યને ઘડવામાં શિક્ષકોની મહેનત અને તેમનો જુસ્સો ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. એવા ઘણા શિક્ષકો છે કે, જે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનાથી શક્ય તમામ પ્રયાસ કરે છે, તે કોઈપણ પ્રકારની કસર છોડતા નથી. આજે આ લેખમાં અમે તમને એક એવા શિક્ષક વિશે જણાવીશું કે, જે છેલ્લા 23 વર્ષથી પર્વત પર ચડીને એક દુર્ગમ ગામમાં જાય છે અને બાળકોને શિક્ષા આપે છે તો ચાલો આ શિક્ષિકા વિશે વધુ માહિતી મેળવીએ.

વાસ્તવમાં બેતુલથી 25 કિમી દૂર આવેલા ગૌલા ગોંડીના પહાડી ગ્રામ્ય વિસ્તારમા રહેતા 45 વર્ષીય કમલાતી ડોંગરે છેલ્લા 23 વર્ષથી નાઉનિહાલોના ભાગ્યને ચમકાવવા માટે ખડકાળ માર્ગની મુસાફરી કરી શાળાએ પહોંચે છે. અહીં રહેતા જંગલી પ્રાણીઓના અવાજો, સાપ-વીંછી, મુશળધાર વરસાદ કે પછી જેઠની ગરમીએ તેમને આ રસ્તો પાર કરવામા ક્યારેય અટકાવ્યા નથી.

પહેલાં તે બૈતૂલથી બસ દ્વારા 10 કિમીની મુસાફરી કરે, ત્યારબાદ લિફ્ટ લઈને 12 કિમીની મુસાફરી અને ત્યારબાદ 3 કિમી સીધા ચડાણવાળા અને 3 કિમી ઢોળાવવાળા પહાડી વિસ્તાર પરથી પસાર થાય છે. ગામની એકમાત્ર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતી કમલતી બાળકોના ભવિષ્યના નિર્માણ માટે 23 વર્ષથી આ ગામમાં પહોંચી રહી છે. તેમના અધિકારીઓ પણ તેમની પ્રશંસા કરીને થાકતા નથી. ગામના લોકો તો તેમને દેવી માને છે અને તેમની પૂજા કરે છે.

શિક્ષક દિવસના પાંચ દિવસ પહેલા કર્યું હતુ જોઈનીંગ :

31 ઓગસ્ટ, 1998ના રોજ કમલતી શિક્ષક તરીકે શાળામાં જોડાયા હતા. અહીં જ તે ૧૪ વર્ષથી ફરજ બજાવી રહ્યા છે. ફક્ત 2256 રૂપિયાના પગારથી નોકરી શરૂ કરનારી કમલતી 2038 સુધીમાં નિવૃત્તિ સુધી આ એક જ સ્કૂલમાં સેવા આપવા માંગે છે. આ સ્કુલ સાથે તેના સંબંધ ખુબ જ ગાઢ બની ગયા છે.

નદીકિનારાના મકાનમાં એકલી ચાર વર્ષ રહી :

Advertisement

વર્ષ 1998માં જોડાયા બાદ કમલતીને બાળકોને ભણાવવાનો એટલો શોખ હતો કે 28 એપ્રિલ, 1999ના રોજ લગ્ન બાદ પણ તેણે ગામમાં રહીને બાળકોને ભણાવવાનો નિર્ણય લીધો. તેમણે તાપી નદીના કિનારે આવેલા ખેતરમાં એક મકાનમાં એકલા રહેવામાં ચાર વર્ષ વીત્યા હતા પરંતુ, દીકરાના જન્મ અને અભ્યાસને કારણે તેને બેતુલ આવવું પડ્યું. હવે તે ગામ પહોંચવા માટે દરરોજ ૨૬ કિ.મી.ની મુસાફરી કરે છે.

આ શાળમાં ભણેલા બાળકો અમુક સેનામાં તો અમુક બીજા વિભાગોમાં છે કાર્યરત :

23 વર્ષ પહેલા જ્યારે કમલતી આ શાળામાં જોડાયા હતા ત્યારે આ શાળામાં ૬૦ બાળકો અભ્યાસ કરતા હતા. ત્યાં ફરજ બજાવતા શિક્ષકો નોકરી છોડીને બીજી જગ્યાએ ગયા હતા. તેમના એક દિવસ પછી જોડાનાર શિક્ષક પ્યારેલાલ ચૌહાણ પણ 23 વર્ષથી અહીં જ કાર્યરત છે. કમલતી પાસેથી શિક્ષા મેળવેલા અમુક બાળકો લશ્કરમાં છે તો કેટલાક અન્ય સરકારી સેવાઓમાં છે. ઘણી છોકરીઓ તો માઇક્રો બાયોલોજી જેવા વિષયો સાથે અભ્યાસ કરી રહી છે. હાલમાં ૨૯ બાળકો તેમની શાળામાં છે. જેને કમલતી ઘરે-ઘરે જઈને અભ્યાસ કરાવે છે.

બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા ના કરાવી ટ્રાન્સફર :

કમલતીનો પિતરાઈ ભાઈ ભોપાલમાં કલેક્ટર છે પરંતુ, તેણે ક્યારેય પણ તેમની ટ્રાન્સફર માટેની ભલામણ કરી ન હતી. સર્વ શિક્ષા અભિયાનના અધિકારીઓએ પણ ક્યારેય આ શિક્ષિકાની નોંધ લીધી નથી, ખરેખર તેમનું સન્માન થવું જોઈએ. એક અઠવાડિયા પહેલા જ્યારે અભિયાનના પ્રોજેક્ટ અધિકારીઓ કોઈક કારણોસર આ શાળાની મુલાકાત લેવા માટે પહોંચ્યા અને પછી પાછા ફર્યા ત્યારે તેમને ખબર પડી કે, એક મહિલા શિક્ષક અહીં કેવી રીતે બાળકોને ભણાવી રહી છે. ડીપીસી સુબોધ શર્મા કહે છે કે, તેમને પણ શાળાએ પહોંચવા માટે સખત મહેનત કરવી પડી હતી. તે શિક્ષકના કામથી અભિભૂત થઈ ગયા છે અને તેમણે જણાવ્યું કે, તે પુરેપુરો પ્રયાસ કરશે કે, આ શિક્ષિકાને સન્માન મળે.

Read Also

The post શિક્ષક દિવસ 2021 / ખરેખર ધન્ય છે આ શિક્ષિકાની માતા, બાળકોને ભણાવવા 23 વર્ષથી કરે છે પહાડની સફર appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next