Advertisement

સલામતના દાવા પોકળ! બોપલમાં પરિવારને બાનમાં લઇને રોકડ રૂપિયા સહિત 50 તોલા સોનાની લૂંટ ચલાવી, આરોપીઓ થયા ફરાર

07:57 PM Aug 01, 2021 | pratik shah |
Advertisement

GSTV

અમદાવાદમાં આમ તો બોપલ વિસ્તાર વૈભવી ગણાય છે પરંતુ અહીં રહેતા લોકો સુરક્ષિત નથી કેમકે અહીં રાત્રિ દરમિયાન ત્રાટકેલી ગેંગે એક પરિવારને બાનમાં લઇને લાખ રૂપિયાની લૂંટને અંજામ આપ્યો. આ ઘટના છે બોપલના ઇસ્કોન ગ્રીન બંગલોની…જ્યાં રાત્રિ દરમિયાન ત્રાટકેલા ચાર લૂંટારુઓએ 50 તોલા સોનું 5 કિલો ચાંદી અને રોકડ રકમ તેમજ મોબાઇલ અને ટેબલેટની લૂંટ ચલાવીને અને ફરાર થઇ ગયા.

50 તોલા સોનું 5 કિલો ચાંદી અને રોકડ રકમ તેમજ મોબાઇલ અને ટેબલેટની લૂંટ ચલાવી

બોપલ પોલીસે ગુનો નોંધી ગ્રામ્ય પોલીસની મદદથી આરોપી સુધી પહોંચવા તજવીજ હાથ ધરી

આ અંગે બોપલ પોલીસે ગુનો નોંધી ગ્રામ્ય પોલીસની મદદથી આરોપી સુધી પહોંચવા તજવીજ હાથ ધરી છે. લોખંડના સળીયા.. છરી. જેવા ઘાતક હથિયારો સાથે ત્રાટકેલા ચાર લૂંટારુઓએ પતિ પત્ની અને તેમના પુત્રને બાનમાં લઈને લુંટ ચલાવી હતી. ઘરના મોભી કિંજલભાઇ વેકરીયાએ લૂંટારુનો પ્રતિકાર કરતા તેને ગળા અને માથાના ભાગે લૂંટારુઓએ ગંભીર ઇજા પહોંચાડી હતી.

લોખંડની ગ્રીલ કાપી ઘરમાં ઘુસી ગયા

પોલીસે લૂંટની આ ચકચારી ઘટના બાદ ડોગ સ્કવોડ અને એફએસએલની મદદ લીધી છે.. ઘરની તપાસ કરતા પોલીસને શંકા છે કે લુંટારુ જાણભેદુ હોઈ શકે છે. કારણકે ઘરના મુખ્ય દરવાજા પર ડીઝીટલ લોક હતું છતા આરોપીઓ મુખ્ય દરવાજાને નુકશાન પહોંચાડ્યા  વિના લોખંડની ગ્રીલ કાપી ઘરમાં ઘુસી ગયા હતા. મહત્વનુ છે કે સોસાયટીમાં સિક્યુરીટી અને સીસીટીવી બન્ને હાજર છે. ઉપરાંત દરવાજે ડીઝીટલ લોક પણ મારેલુ હતુ. તેમ છતાં લુંટારુ કેવી રીતે લુંટ કરી ફરાર થઈ ગયા તે અંગે પોલીસ પણ મુંજવણમાં છે. ઉપરાંત આરોપી પોતાના કોઈ પુરાવા પણ મુકીને નથી ગયા.. જેથી પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફુટેઝ અને ચોરીમાં ગયેલા મોબાઈલના લોકેશનના આધારે તપાસ હાથ ધરી છે.

READ ALSO

Advertisement

The post સલામતના દાવા પોકળ! બોપલમાં પરિવારને બાનમાં લઇને રોકડ રૂપિયા સહિત 50 તોલા સોનાની લૂંટ ચલાવી, આરોપીઓ થયા ફરાર appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next