Advertisement

ગરમીમાં ટાઢક આપતી મીઠી મધુરી સક્કરટેટીના પાકને વાતાવરણનું ગ્રહણ

05:20 PM Aug 02, 2019 | Karan |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ગરમીમાં ટાઢક આપતી સક્કરટેટીનો સ્વાદ એના નામ જેવો જ મીઠોમધ છે. બનાસકાંઠાના ડીસા તાલુકામાં ખેડૂતો મોટા પ્રમાણમાં સક્કરટેટીની ખેતી કરે છે. પરંતુ બનાસકાંઠામાં સક્કરટેટીનું ઉત્પાદન ઓછુ થવાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

બનાસકાંઠામાં બટાકાનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે. પરંતુ કેટલાક વર્ષોથી ખેડૂતો સક્કરટેટીના પાક તરફ પણ વળ્યા છે. ત્યારે ચાલુ વર્ષે સક્કરટેટીનું ઉત્યાદન ઓછુ થતા ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાઈ છે. ચાલુ વર્ષે વાતાવરણમાં આવેલા પલટાના કારણે સક્કરટેટીનો પાક બળી ગયો છે.

બનાસકાંઠાના ડીસામાં પાકતી સક્કરટેટીની માગ કાશ્મીરથી લઈને મુંબઈ સુધી છે. જેથી ખેડૂતો મોટા પ્રમાણમાં ટેટીનું વાવેતર કરીને આવક મેળવે છે પરંતુ ચાલુ વર્ષે જોઈએ તેટલા પ્રમાણમાં સક્કરટેટીનું ઉત્યાદન થયું નથી.

વાતાવરણમાં આવેલા પલટાના કારણે સક્કરટેટીના છોડનો વિકાસ પુરતા પ્રમાણમાં થયો નથી. તો અનેક છોડ એવા છે જે બળીને ખાક થઈ ગયા છે. જેના કારણે સક્કરટેટીની ખેતી કરતા ખેડૂતોને મોટુ નુકસાન થયું છે.

Advertisement

The post ગરમીમાં ટાઢક આપતી મીઠી મધુરી સક્કરટેટીના પાકને વાતાવરણનું ગ્રહણ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next