Advertisement

BREAKING / સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદીનો આપઘાત, ઘટનાની જાણ થતાં જ અધિકારીઓ દોડી આવ્યાં

01:04 PM Jul 21, 2021 | Dhruv Brahmbhatt
Advertisement

GSTV

અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદીએ આપઘાત કર્યો છે. જૈમિન પટેલ નામના કેદીએ વહેલી સવારે જ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. જેલમાં જ કેદીની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતા જેલના અધિકારીઓ દોડી આવ્યાં હતાં. સેન્ટ્રલ જેલની 200 નંબરની કોટડીમાં તે રહેતો હતો અને તેને આપઘાત કર્યો છે.

જો કે હજુ સુધી આપઘાતનું કારણ અકબંધ છે. વર્ષ 2020માં ગેંગરેપ કેસમાં બિલ્ડર સહિત પ્રજ્ઞેશ પટેલ, માલદેવ ભરવાડ, જિજ્ઞેશ ગોસ્વામી અને જૈમિન પટેલની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલાં લોકોએ ગાડીમાં જ ગેંગરેપ કર્યો હોવાનો આક્ષેપ લાગ્યો હતો.

અત્રે નોંધનીય છે કે, બીજી બાજુ નવસારીના ચીખલી પોલીસ સ્ટેશન ખાતે ચોરીના ગુનામાં ઝડપાયેલા બે આરોપીઓના શંકાસ્પદ મોત નિપજ્યાં છે. ચોરીના ગુનામાં પકડાયેલા બે આરોપીઓએ ચીખલી પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં લાવવામાં આવેલા બે શંકમંદ આરોપી ઇસમોએ પોલીસ સ્ટેશનમાં જ ગળે ફાંસો ખાઈને આપઘાત કરતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે.

ચોરીના ગુનામાં લાવવામાં આવેલા બે શંકમંદ આરોપી ઇસમો

જો કે, ચોરીના ગુનામાં લાવવામાં આવેલા બે શંકમંદ આરોપી ઇસમોએ પોલીસ સ્ટેશનમાં જ આપઘાત કરતા પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યાં છે. ચીખલી પોલીસ સ્ટેશનમાં જ બે આરોપીઓએ આપઘાત કરતા ચીખલી પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી ગઇ છે. પ્રાથમિક માહિતી મુજબ ડાંગ જીલ્લાના વઘઇ તાલુકાના બે શંકમંદ આરોપીઓને ચીખલી પોલીસ ગઈ કાલે લાવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Advertisement

The post BREAKING / સાબરમતી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદીનો આપઘાત, ઘટનાની જાણ થતાં જ અધિકારીઓ દોડી આવ્યાં appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next