Advertisement

વિદેશ મંત્રીની ઈઝરાયલ યાત્રા, પ્રથમ વિશ્વ યુદ્ધમાં મોતને ભેટેલા જવાનોને જયશંકરે આપી શ્રદ્ધાંજલિ

06:44 PM Oct 18, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

વિદેશ મંત્રી એસ.જયશંકરે ઈઝરાયલની પોતાની 5 દિવસીય યાત્રાનો પ્રારંભ પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન શહીદ થનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી કર્યો હતો. ઈઝરાયલના જેરુશલેમ, રામલે અને હાઈફમાં 900 જેટલા ભારતીય સૈનિકોને દફનાવવામાં આવ્યા હતા.

ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર પ્રથમવાર ઈઝરાયલ પ્રવાસે પહોંચ્યા છે. ભારતીય વિદેશ મંત્રી જયશંકરે આ મુદ્દે ટ્વિટ કરી હતી કે,‘હું ભારતના વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી ગર્વ અનુભવું છું.

તેમણે ટ્વીટમાં આગળ લખ્યું છે કે, ‘ભારતના વીર જવાનો જેઓ પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન બહાદુરી અને સાહસનો પરચો આપતા પોતાના દેશનું ગૌરવ વધાર્યું હતું.’ ઈઝરાયલના રાજદૂત ભારતીય વિદેશમંત્રીની આ મુલાકાતને બંને દેશોના સંબંધને જોડનારી ગણાવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post વિદેશ મંત્રીની ઈઝરાયલ યાત્રા, પ્રથમ વિશ્વ યુદ્ધમાં મોતને ભેટેલા જવાનોને જયશંકરે આપી શ્રદ્ધાંજલિ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next