Advertisement

રફ હીરાના 10 હજાર કરોડના પેમેન્ટને લઇ હીરા ઉદ્યોગકારો મુશ્કેલીમાં, લાખો કારીગરો રોજગારી ગુમાવે તેવી શક્યતા

09:28 AM Sep 08, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

ડાયમંડ સીટી સુરતના હીરા વેપારીઓ રફ હીરાનું 10 હજાર કરોડનું પેમેન્ટ અટકી પડ્યું છે. રિઝર્વ બેન્કના પોર્ટલ પર વિદેશથી આયાત થયેલા રફ ડાયમંડની બિલ ઓફ એન્ટ્રી થઈ શકી નથી. જેના કારણે 600 કંપનીના ત્રણ હજારથી વધુ પાર્સલ પડ્યાં છે અને પાર્સલનું પેમેન્ટ અટવાઈ પડતા હીરા ઉદ્યોગકારો ચિંતામાં છે. ઈમ્પોર્ટ ડેટા પ્રોસેસિંગ અને મોનિટરિંગ સિસ્ટમમાં ખામીના કારણે આ સમસ્યા ઉદભવી છે.

જૂન મહિનામાં ત્રણ હજાર હીરાના પાર્સલ વિદેશ આયાત થયા હતાં

જૂન મહિનામાં ત્રણ હજાર હીરાના પાર્સલ વિદેશ આયાત થયા હતાં. સુરતના હીરા ઉદ્યોગકારોએ લેટ પેમેન્ટ પેટે 300 કરોડથી વધુનું વ્યાજ વિદેશી કંપનીઓ ચૂકવવામાં આવ્યું છે. લેટ પેમેન્ટના પગલે સુરતના હીરા ઉદ્યોગની શાખ બગડી રહી હોવાનો ઉદ્યોગકારોનો મત છે. આ સમસ્યા અંગે જી.જે.ઇ.પી.સી. દ્વારા ત્રણ માસ દરમ્યાન 20 વખત ઇ-મેઇલ અને પત્ર કરી ડીજી સિસ્ટમ, કસ્ટમ, આરબીઆઇ, ડીજીઇપીમાં જાણકારી આપવામાં આવી છે.

છતાં ઉકેલ ન આવતા હીરા ઉદ્યોગકારો ચિંતામાં છે. જૂન મહિનામાં આયાત થયેલા રફ હીરાનો સમય 3 સપ્ટેમ્બર 90 દિવસ પૂર્ણ થયા છે અને 90 દિવસમાં હીરા ઉદ્યોગકારોએ પેમેન્ટ કરવાનું હોય છે. આગામી સમયમાં 600 કંપનીઓ દ્વારા હીરાની ખરીદી પર બ્રેક લાગવાની ભીતી છે. લાખો કારીગરો રોજગારી ગુમાવે તેવો પણ ડર છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post રફ હીરાના 10 હજાર કરોડના પેમેન્ટને લઇ હીરા ઉદ્યોગકારો મુશ્કેલીમાં, લાખો કારીગરો રોજગારી ગુમાવે તેવી શક્યતા appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next