Advertisement

ગરીબોની કસ્તૂરી બની મોંઘી/ પેટ્રોલ ડિઝલની સાથે હવે ડુંગળીના ભાવ વધતાં સામાન્ય માણસોનું ઘરેલું બજેટ થશે મોંઘું, મોંઘવારી મુકશે માઝા

08:09 PM Feb 22, 2021 | Karan |
Advertisement

GSTV

પેટ્રોલ-ડીઝલ અને રાંધણ ગેસની વધી રહેલી કિંમતો વચ્ચે ડુંગળીના ભાવોમાં વધારાના કારણે ઘરેલું બજેટ ખોરવાયું છે. આ સાથે જ છૂટક માર્કેટમાં ડુંગળીની કિંમત 50 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. જો કે, સરકારને આશા છે કે માર્ચ મહિનામાં ડુંગળીની આવક વધશે એટલે ભાવ ઘટી જશે. આ સાથે જ કેન્દ્ર સરકાર બફર સ્ટોક દ્વારા રાજ્યોને ડુંગળી પહોંચાડી શકે છે.

લાસલગાંવમાં ડુંગળીની કિંમત 4,200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી

મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં કમોસમી વરસાદ એ ડુંગળીની કિંમતોમાં અચાનક આવેલા વધારા પાછળનું મુખ્ય કારણ છે. આ બંને પ્રદેશોમાં વરસાદ અને કરા વરસવાના કારણે ડુંગળીનો પાક ખરાબ થઈ ગયો છે. આ કારણે એશિયાની સૌથી મોટી મંડી લાસલગાંવમાં ડુંગળીની કિંમત 4,200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચી ગઈ છે.

દિલ્હીમાં ડુંગળીની કિંમતોમાં 20 દિવસમાં 10થી 15 રૂપિયાનો વધારો થયો

ગ્રાહક મંત્રાલયના અહેવાલ પ્રમાણે રાજધાની દિલ્હીમાં ડુંગળીની કિંમતોમાં 20 દિવસમાં 10થી 15 રૂપિયાનો વધારો થયો છે. માર્ચ મહિનામાં ડુંગળીની આવક વધવા સાથે કિંમતો ઘટશે તેવી આશા છે પરંતુ કેટલાક નિષ્ણાંતો ડુંગળીની કિંમતોમાં હજુ પણ વધારો થશે તેવું માની રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

The post ગરીબોની કસ્તૂરી બની મોંઘી/ પેટ્રોલ ડિઝલની સાથે હવે ડુંગળીના ભાવ વધતાં સામાન્ય માણસોનું ઘરેલું બજેટ થશે મોંઘું, મોંઘવારી મુકશે માઝા appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next