Advertisement

જીડીપી રેટમા વધારો થતા ચીનની અર્થવ્યવસ્થામાં આવ્યો ધીમી ગતિએ સુધારો, જાણો કેવી છે ભારતની વર્તમાન સ્થિતિ…?

10:28 PM Oct 18, 2021 | Zainul Ansari |
Advertisement

GSTV

ચાલુ કેલેન્ડર વર્ષના ત્રણ ત્રિમાસિક ગાળામાં ચીનનો જીડીપી વૃદ્ધિ દર ૯.૮ ટકા રહ્યો છે, જે એક નોંધવા જેવી બાબત છે. આ વર્ષના પહેલા નવ મહિનામાં ચીનનું ઔદ્યોગિક ઉત્પાદન ૧૧.૮ ટકા જેટલુ રહ્યું હતું, જે ઔદ્યોગિક દ્રષ્ટિએ ખુબ જ સારું ગણવામા આવે છે. આ અગત્યની માહિતી ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સના ડેટા દ્વારા આપવામાં આવી હતી.

આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બરના સમયમા ચીનની જીડીપી વૃદ્ધિમાં ખુબ જ સારો એવો વધારો જોવામા આવ્યો છે. જો આપણે છેલ્લા 2 વર્ષની એવરેજ કાઢવા બેસીએ તો ચીનનો જીડીપી ગ્રોથ રેટ હાલ 6.4 ટકા સુધી પહોંચી ગયો છે. આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ચીનના ઔદ્યોગિક ઉત્પાદનમા ૩.૧ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. વર્ષ 2019ના તુલનામાં તેમાં 10.2 ટકાનો વધારો નોંધાયો છે.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતનો જીડીપી ગ્રોથ :

જૂન ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ગ્રોથ 20.1 ટકા જોવા મળ્યો હતો અને તેની પાછળનું મુખ્ય કારણ કોરોના સંકટ માનવામા આવે છે. આ કોરોના સંકટના કારણે ગયા વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં ભારતમાં જીડીપી વૃદ્ધિ દર ૨૪.૪ ટકા જેટલો ઘટ્યો હતો. આ માહિતી ભારત સરકારના આંકડાની ગણતરી પરથી જાણવા મળી છે. ભારત સરકારના આંકડા મંત્રાલયે જણાવ્યુ હતું કે, જીડીપી વૃદ્ધિના આંકડામાં અસર થવા પાછળ બે પરિબળો જવાબદાર છે એક તો નબળુ વર્ષ અને બીજુ કોરોના. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતનો જીડીપી ગ્રોથ 7-8 ટકાની રેન્જમાં રહેવાની ધારણા છે.

ઉદ્યોગોમાં સુધારેલી કામગીરી :

ચીનના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઉછાળો ત્યાંની મોટી કંપનીઓમાં સુધરતી ગતિવિધિઓના કારણે છે. ચીનમાં ઔદ્યોગિક ઉત્પાદન માપવા માટે 3 મિલિયન ડોલરથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીઓની ગણતરી કરવામાં આવે છે. ચાલુ વર્ષના પહેલા ત્રણ મહિનામાં ચીનની અર્થવ્યવસ્થામાં સતત રિકવરી જોવા મળી રહી છે.

ચીનના જીડીપીમા આવ્યો સુધારો :

Advertisement

ચીનના જીડીપીને માપતા માપદંડો એવુ કહી રહ્યા છે કે, દેશની અર્થવ્યવસ્થામાં સુધારો થઈ રહ્યો છે અને વસ્તુઓમા ધીમે-ધીમે સુધારો થઈ રહ્યો છે. આ વર્ષના પહેલા નવ મહિનામાં જીડીપી 9.8 ટકાના દરે વધી હતી. પરિણામે ચીનની સરેરાશ જીડીપી વૃદ્ધિ છેલ્લા બે વર્ષમાં સુધરીને 5.2 ટકા થઈ ગઈ છે.

ત્રીજા ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં ઘટાડો :

ચાલુ કેલેન્ડર વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ચીનનો જીડીપી ૪.૯ ટકા વધ્યો હતો. ચાલુ કેલેન્ડર વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં ચીનનો જીડીપી વૃદ્ધિદર 18.3 ટકા હતો જ્યારે ચાલુ કેલેન્ડર વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં ચીનનો જીડીપી વૃદ્ધિ દર 7.9 ટકા હતો.

Read Also

The post જીડીપી રેટમા વધારો થતા ચીનની અર્થવ્યવસ્થામાં આવ્યો ધીમી ગતિએ સુધારો, જાણો કેવી છે ભારતની વર્તમાન સ્થિતિ…? appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next