Advertisement

આજે ડેટા કાલે પેમેન્ટ! ઘણી કામની છે JIOની આ સર્વિસ, પેમેન્ટ કર્યા વિના તરત જ મળી જશે 5GB ડેટા

11:02 AM Jul 06, 2021 | Bansari |
Advertisement

GSTV

જો તમે પણ તે લોકોમાંથી છો જે વધુ ડેટાનો યુઝ કરે છે અને તમારો ડેટા પૂરો થઇ જાય છે તો પરેશાન થવાની જરૂર નથી. કારણ કે આજે અમે તમને એક એવી ટ્રિક જણાવી રહ્યાં છીએ જેની મદદથી તમે 5GB  સુધી ડેટા ઉધાર લઇ શકો છો. હકીકતમાં Jioએ તાજેતરમાં જ ‘ઇમરજન્સી ડેટા લોન’ સર્વિસની શરૂઆત કરી છે જેમાં તમે ડેટા લોન લઇ શકો છો અને તેનું પેમેન્ટ પછીથી કરી શકો છો.

જણાવી દઇએ કે આ ડેટા લોન 1GBના પેકમાં ઉપલબ્ધ છે. Jio તરફથી આ ડેટા લોન પેક 11 રૂપિયા પ્રતિ પેક એટલે કે 11 રૂપિયા પ્રતિ જીબીની કિંમતે આપવામાં આવી રહ્યો છે. તેમાં દરેક યુઝર 5 પેક એટલે કે 5GB  સુધી ડેટા લોન લઇ શકે છે.

5GB સુધી મેળવી શકો છો ડેટા

જો તમે પણ આ ડેટા લોનનો લાભ લેવા માગતા હોય તો તેમાં સૌથી જરૂરી શરત એ છે કે તમારી પાસે એક્ટિવ પ્લાન હોવો જોઇએ. આ ડેટા લોનની વેલિડીટી ત્યાં સુધી રહેશે જ્યાં સુધી યુઝર્સનો પ્લાન એક્ટિવ હશે. એટલે કે જો યુઝર 5 પેક એટલે કે 5GB ડેટા લે છે તો વેલિડિટી ત્યાં સુધી રહેશે જ્યાં સુધી ગ્રાહકનો બેસ પ્લાન એક્ટિવ રહેશે.

કંપનીએ આ પ્લાનને એટલા માટે લોન્ચ કર્યો છે જેથી તે ગ્રાહકોને મદદ મળી શકે જે ડેલી ડેટા લિમિટ ખતમ થયા બાદ અલગ-અલગ કારણોથી તરત જ ડેટા ટૉપ-અપ નથી કરાવી શકતા, તેથી તેઓ તે ખાસ દિવસે હાઇ સ્પીડ ડેટાનો ઉપયોગ નથી કરી શકતા.

આ રીતે લઇ શકો છો ડેટા લોન

Advertisement

જો તમે ડેટા લોન લેવા માગતા હોય તો તેના માટે તમારે સૌપ્રથમ MyJio એપમાં જવુ પડશે. સૌપ્રથમ MyJio એપને ઓપન કરો અને પેજની ઉપર ડાબી બાજુ ‘Menu’ પર જાઓ. તે બાદ મોબાઇલ સર્વિસ અંતર્ગત ઇમરજન્સી ડેટા લોન સિલેક્ટ કરો. આ ઇમરજન્સી ડેટા લોન બેનર પર ક્લિક કરો અને પછી ગેટ ઇમરજન્સી ડેટા ઓપ્શન સિલેક્ટ કરો અને તે બાદ ઇમરજન્સી ડેટા લોન લેવા માટે એક્ટિવ નાઉ પર ક્લિક કરો. આમ કર્યા બાદ તમારા એકાઉન્ટમાં ડેટા પહોંચી જશે જેને તમે યુઝ કરી શકો છો.

Read Also

The post આજે ડેટા કાલે પેમેન્ટ! ઘણી કામની છે JIOની આ સર્વિસ, પેમેન્ટ કર્યા વિના તરત જ મળી જશે 5GB ડેટા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next