Advertisement

હે ભગવાન શું થવા બેઠું: હોસ્પિટલમાં દર્દીઓના સગાઓએ કરી ઓક્સિજન સિલિન્ડરની લૂંટફાટ, પોલીસ બોલાવવી પડી

06:21 PM Apr 21, 2021 | Bansari
Advertisement

GSTV

કોરોના સંક્રમણના પગલે ઓક્સિજનની સર્જાયેલી અછતથી દર્દીઓ મરી રહ્યા છે અને હવે લોકો જીવ બચાવવા માટે કઈ પણ હદે જવા તૈયાર છે. તેનો પૂરાવો મધ્યપ્રદેશના દમોહ જિલ્લામાં મંગળવારે રાતે મળ્યો હતો. અહીંની મુખ્ય સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજન સિલિન્ડર મંગાવવામાં આવ્યા હતા. સિલિન્ડર આવતાની સાથે જ અફરા તફરી મચી ગઈ હતી. હોસ્પિટલમાં દાખલ દર્દીઓના સગાઓએ સિલિન્ડર લૂંટી લીધા હતા.

દર્દીના સગાઓ બે-બે સિલિન્ડર લૂંટી ગયા

હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે, હોસ્પિટલ સત્તાધીશોને પોલીસ બોલાવવી પડી હતી. જ્યારે સ્ટાફે પરિવારજનો પાસે સિલિન્ડર પાછા માંગ્યા ત્યારે તેમણે સ્ટાફને ગાળો આપવાનુ શરુ કરી દીધુ હતુ. લોકો એકની જગ્યાએ બે-બે સિલિન્ડર લૂંટી ગયા હતા. પોલીસે પણ સિલિન્ડર પાછા આપવા માટે કહ્યુ હતુ અને આમ છતા સવાર સુધી પરિવારજનો સિલિન્ડર પાછા આપવા માટે તૈયાર થયા નહોતા.

કેટલાકે સિલિન્ડર પાછા કર્યા

હોસ્પિટલના નિયમ પ્રમાણે દરેક દર્દીને એક ઓક્સિજન સિલિન્ડર આપવાનો હતો પણ ડરના કારણે દર્દીના પરિવારજનોએ બે-બે સિલિન્ડર લઈ લીધા હતા. જેના કારણે લૂંટફાટ જેવી સ્થિતિ બની ગઈ હતી. એ પછી કેટલાકે વધારાના સિલિન્ડર પાછા આપ્યા હતા.

પોલીસ મુજબ હોસ્પિટલમાં લૂટપાટ નથી થઈ

પોલીસે જોકે લૂંટફાટ થઈ હોવાનો ઈનકાર કરીને કહ્યુ હતુ કે, સિલિન્ડર હોસ્પિટલની અંદર જ હતા અને લૂંટી જવાની કોઈ વાત નથી. બીજી તરફ હોસ્પિટલનુ કહેવુ છે કે અમે ચાર દિવસથી પોલીસની સુરક્ષાની માંગણી કરતા હતા પણ કોઈ અમારી વાત સાંભળવા માટે તૈયાર નહોતુ.

Read Also

Advertisement

The post હે ભગવાન શું થવા બેઠું: હોસ્પિટલમાં દર્દીઓના સગાઓએ કરી ઓક્સિજન સિલિન્ડરની લૂંટફાટ, પોલીસ બોલાવવી પડી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next