Advertisement

ખેલ મહાકુંભ/ ટોક્યો ઓલંપિકના પ્રારંભ પહેલાં જ કોરોનાનો ઓછાયો, ઇમરજન્સી છતાં નોંધાયા પાછલા 6 મહિનાના રેકોર્ડ કેસ

08:56 AM Jul 22, 2021 | Bansari
Advertisement

GSTV

જાપાનના ટોકિયોમાં કોરોના કેસો વધી રહ્યા છે. આજથી ખેલોનો મહાકુંભ શરૂ થઈ રહ્યો છે તેવામાં ગઈકાલે ટોકિયોમાં કોરોનાના નવા 1,832 કેસ નોંધાયા. જે પાછલા 6 મહિનામાંસૌથી વધુ છે. ટોકિયોમાં આપતકાલ 22 ઓગસ્ટ સુધી જારી રહેશે. કોરોના વાયરસ મહામારી શરૂ થઈ ત્યારથી ટોકિયોમાં ચોથી વખત આપતકાલ છે.

તમામ રમતગમત સ્થળો પર પ્રશંસકો માટે પ્રતિબંધ

ટોકિયોમાં તમામ રમતગમત સ્થળો પર પ્રશંસકો માટે પ્રતિબંધ લગાવાયો છે. જાપાન મેડિકલ એસોસિએશનનું માનવું છે કે ઓલંપિકનું આયોજન ન થયું હોત તો પણ કોરોનાના કેસો વધ્યા હોત. ઓછી ઉંમરના લોકોમાં રસીકરણની કમીને કારણે સંક્રમણ વધી રહ્યું છે. જાપાનમાં લગભગ 23 ટકા લોકોનું જ રસીકરણ થયું છે. પરંતુ રસીની અછતને કારણે રસીકરણ અભિયાન પ્રભાવિત થયું છે.

અત્યાર સુધીમાં કોરોનાના 8 લાખ 48 હજાર જેટલા કેસ નોંધાયા

મહત્વનું છે કે જાપાનમાં અત્યાર સુધીમાં કોરોનાના 8 લાખ 48 હજાર જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. અને 15 હજારથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. તો જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગાએ મંગળવારે અધિકારીઓને કહ્યું હતું કે દુનિયાને બતાવી દેવું છે કે જાપાન ઓલંપિક રમતોની સુરક્ષિત રીતે યજમાની કરી શકે છે.

ટોક્યો ઓલિમ્પિકમાં કોરોનાનો ફફડાટ, ત્રણ ‘પોઝિટીવ’ ખેલાડીઓ બહાર

મહામારી વચ્ચે યોજાઈ રહેલી ટોક્યો ઓલિમ્પિકમાં હવે કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્રણ જુદા-જુદા દેશોના ખેલાડીઓને કોરોના પોઝિટીવ રિપોર્ટ બાદ સ્પર્ધામાં ભાગ લીધા વિનાજ ઓલિમ્પિક રમતોત્સવ છોડવો પડયો છે. ઓલિમ્પિક ગેમ્સના પ્રારંભને ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે ચિલીની ટેક્વોન્ડો ખેલાડી ફેર્નાન્ડા એગ્યુઈરે, નેધરલેન્ડની સ્કેટબોર્ડની ખેલાડી સેન્ડી જેકોબ્સ અને ચેક રિપબ્લિકના ટેબલ ટેનિસ ખેલાડી પાવેલ સિરૃસેકને કોરોનાનું સંક્રમણ લાગતા ટોક્યો ઓલિમ્પિક છોડવા માટે મજબૂર બનવું પડયું હતુ. ટોક્યો ઓલિમ્પિકમાંથી કોરોનાના કારણે ખસી જનારા આ શરૃઆતી ખેલાડીઓ છે.

Advertisement

જાપાનીઝ સરકારના નિયમ અનુસાર કોરોનાગ્રસ્ત વ્યક્તિને ૧૪ દિવસના ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવે છે. જેના કારણે આ ત્રણેય ખેલાડીઓ હવે ૧૪ દિવસ ક્વોરન્ટાઈન રહેશે અને ઓલિમ્પિકમાં તેમની સ્પર્ધાઓમાં ભાગ લઈ શકશે નહી. સૌથી ચિંતાજનક સ્થિતિ એ છે કે, નેધરલેન્ડની સ્કેટબોર્ડની ખેલાડી સેન્ડી જેકોબ્સ અને ચેક રિપબ્લિકનો ટેબલ ટેનિસ ખેલાડી પાવેલ સિરૃસેકને ઓલિમ્પિક ગેમ્સ વિલેજમાં પહોંચ્યા બાદ કોરોનાનું સંક્રમણ લાગ્યું હતુ. તેઓ નેગેટીવ રિપોર્ટની સાથે જ ટોક્યો પહોંચ્યા હતા. જ્યાં આગમન સમયે કરવામાં આવેલા તેમના ટેસ્ટ નેગેટીવ આવ્યા હતા. જોકે ઓલિમ્પિક ગેમ્સ વિલેજમાં રોકાણ બાદ તેમના કોરોનાના ટેસ્ટ પોઝિટીવ આવ્યા હતા.

જ્યારે ચિલીની ખેલાડી ફેર્નાન્ડા એગ્યુઈરે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે જાપાનની રાજધાની પહોંચી, જ્યાં તેનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝિટીવ આવ્યો છે. હવે તે ત્યાંના સરકારની ગાઈડલાઈન મુજબ આગળ વધશે તેમ ચિલીની નેશનલ ઓલિમ્પિક કમિટિએ જણાવ્યું હતુ. જ્યારે ડચ એથ્લીટ સિન્ડી જેકોબ્સે ઈન્સ્ટાગ્રામ પર કોરોના પોઝિટીવ રિપોર્ટ બાદ ઓલિમ્પિકમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી. તેણે લખ્યું કે, મારૃ હૃદય ભાંગી પડયું છે. દુર્ભાગ્યની વાત છે કે, મારો આજનો કોરોનાનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે, જેના કારણે મારી ઓલિમ્પિક યાત્રાનો અકાળે અંત આવી ગયો છે. મેં તમામ સાવચેતી રાખી હતી અને મારી જાતને મહામારીથી બચવવાના ઉપાયો કર્યા હતા તેમ છતાં મારો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

ચેક રિપબ્લિકના કુલ ત્રણ સભ્યોને કોરોના

ચેક રિપબ્લિકની ટીમના કુલ ત્રણ સભ્યોને કોરોના થયો છે. ટેબલ ટેનિસના ખેલાડી સિરૃસેક અગાઉ ચેક રિપબ્લિકના બીચ વોલીબોલ ખેલાડી ઓન્દ્રા પેરૃસિચ અને બીચ વોલીબોલ ટીમના કોચ સિમોન નેઉસ્ચનો કોરોનાનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. આ ત્રણે વ્યક્તિઓના સંપર્કમાં આવેલા અન્ય તમામ ખેલાડીઓ અને ઓફિસિઅલ્સના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા છે. જેના રિપોર્ટ બાદ વધુ સ્થિતિ સ્પષ્ટ થશે.

Read Also

The post ખેલ મહાકુંભ/ ટોક્યો ઓલંપિકના પ્રારંભ પહેલાં જ કોરોનાનો ઓછાયો, ઇમરજન્સી છતાં નોંધાયા પાછલા 6 મહિનાના રેકોર્ડ કેસ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next