Advertisement

PHOTO: તળાવમાં તરતી દેખાઈ જલપરી, કિનારા પર આવીને તડકામાં શરીર સુકવતા લોકો જોઈ ગયા, 3 વર્ષ બાદ સચ્ચાઈ સામે આવી

12:13 PM Sep 30, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

પાણી અંદરથી લાખો જીવ મળી આવે છે. આમ તો મોટા ભાગે પાણીજન્ય જીવો વિશે વૈજ્ઞાનિકો શોધ કરતા જ હોય છે, પણ જળપરી વિશે સૌના મત અલગ છે. અમુક વૈજ્ઞાનિકોનું માનવું છે કે, જળપરી જેવા જીવ વાસ્તવમાં હોય છે. જેમાં અડધુ શરીર માણસનું હોય છે અને બાકીનું અડધુ શરીર માછલીઓનું હોય છે. જ્યારે અમુક વૈજ્ઞાનિકો તેને અફવાઓ ગણાવી રહ્યા છે.

સો. મીડિયા પર ફોટો વાયરલ

થોડા દિવસથી સો. મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક જળપરી ઝરણાના કિનારે બેઠેલી દેખાય છે. ઘણા બધા લોકો આ જળપરીની સાચી હોવાનું કહી રહ્યા છે. જો કે, તેની પાછળ કહાની કંઈક જુદી જ બહાર આવી છે. જે જળપરીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. તેણે ખુદ મીડિયા સામે આવીને સચ્ચાઈ જણાવી હતી.

કેટલાય લોકો ડરી ગયા

મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે આ મામલો ઈંગ્લેન્ડના યોર્કશાયરનો છે. જ્યાં તળાવમાં કેટલાય દિવસથી એક જળપરી તરતી દેખાતી હતી. ઘણા લોકોએ તેને સાચુ માની લીધું. જેને કારણે તેઓ ડરી પણ ગયા હતા. આ જળપરીએ બાદમાં કેટલાય ફોટોશૂટ કરાવી સો. મીડિયા પર શેર કર્યા. ત્યારે આ તસ્વીરો વાયરલ થઈ ગઈ. જ્યારે સચ્ચાઈમાં આ ફોટોમાં દેખાઈ રહેલી જલપરી નહીં પણ એક યુવતી જ છે.

વિશેષ પૂંછડીવાળો ડ્રેસ

પૈટ્રિસ એંજલ, જેણે મરમેડ સ્ટારલાઈટ સેરાઈકાના નામથી પણ ઓળખાય છે. તેમે બાળપણથી જલપરીની કહાની સાંભળવી ખૂબ ગમે છે. જેના કારણે તેમને પોતાના સપનાને સાકાર કરવા માટે એક પ્લાન બનાવ્યો. સાથે જ તેણે એવો ડ્રેસ પણ તૈયાર કરાવ્યો. જે જલપરી માફક દેખાતો હોય. તેમાં એક ખાસ પૂંછડી પણ લગાવી, જે એકદમ જલપરી જેવી જ લાગે. ત્યાર બાદ તેને પહેરીને તે યોર્કશાયરના તળાવમાં પહેરીને જવા લાગી.

પોતાની જાતને જલપરી ગણાવે છે

Advertisement

ફ્રાન્સમાં જન્મેલી પૈટ્રિસ એંજેલના જણાવ્યા અનુસાર તેને પ્રકૃતિ સાથે ખૂબ લગાવે છે. સાથે જ તેને જલપરીઓમાં ખૂબ જ રસ છે. જેના કારણે તે તડકા અને બરફ બંનેમાં જળપરીની માફક તરે છે. તે જણાવે છે કે, જ્યારે હું લોકોને આ વાત કહું છું કે, હું જલપરી છું, તો તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. અમુક તો બહું વધારે ઉત્સાહિ થઈને જાણકારી માગવા લાગે છે.

મનમાં ક્યાંથી આવ્યો આ વિચાર

તેમણે આગળ કહ્યું કે, 2019માં એક કાર્યક્રમમાં ભાગ લેવા ગઈ હતી. ત્યાં જલપરીઓ વિશે ચર્ચાઓ થઈ રહી હતી. ત્યાંથી મારૂ ધ્યાન ખેંચાયું. બાદમાં તેમણે ખબર પડી કે, બજારમાં જલપરી જેવી પૂંછવાળો ડ્રેસ મળે છે. બાદમાં તેણે આવો ડ્રેસ તૈયાર કર્યો, જે પહેલી વાર પૂંછ સાથે પાણીમાં પહેરીને ઉતરી હતી. ત્યારે થોડી અજીબ લાગ્યું. જો કે, બાદ અભ્યાસ કરતી રહી તો ફાવી ગયું.

READ ALSO

The post PHOTO: તળાવમાં તરતી દેખાઈ જલપરી, કિનારા પર આવીને તડકામાં શરીર સુકવતા લોકો જોઈ ગયા, 3 વર્ષ બાદ સચ્ચાઈ સામે આવી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next