Advertisement

ડ્રગ્સ કેસ: ઈડી સમક્ષ હાજર થયો સાઉથનો સુપરસ્ટાર રવિ તેજા, ડ્રાઈવર સાથે પણ થઈ પુછપરછ

02:32 PM Sep 09, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

ટોલીવુડના ખ્યાતનામ અભિનેતા રવિ તેજા ગુરૂવારે પ્રવર્તન નિદેશાલય (ઈડી)ના સામે હાજર થયા હતા. આ મામલો વર્ષ 2017ના ટોલીવુડ ડ્રગ્સ કેસ સાથે જોડાયેલો છે. આ મામલે એક્ટરના ડ્રાઈવરને પણ બોલાવ્યો હતો. ઈડી તરફથી સમન્સ જાહેર થયા બાદ રવિ તેજા ગુરૂવારે સવારે 10 કલાકે ઈડી ઓફિસે પહોંચ્યો હતો.

રવિ તેજા અને તેમના ડ્રાઈવર શ્રીનિવાસ બંને ઈડીના અધિકારીઓ સામે હાજર થયા હતા. ઈડીએ બંને પાસે પૈસાની લેવડદેવડને લઈને પુછપરછ કરી હતી. આ બાજૂ શક્યતા છે કે, આ કેસના મુખ્ય આરોપી કેલ્વિન મસ્કારેનહાસને પણ પુછપરછ માટે બોલાવામાં આવે.

મંગળવારે કેલ્વિનનું નિવેદન નોંધવામાં આવ્યુ હતું. જેના આધારે કેટલાય કલાકારોની પુછપરછ થઈ રહી છે. આ કલાકારો પાસેથી પણ પૂછપરછ થઈ રહી છે. ટોલીવુડથી રવિ તેજા પહેલો એવો વ્યક્તિ નથી, જે ઈડી સામે હાજર થયો હતો. આ મામલામાં અત્યાર સુધીમાં ખ્યાતનામ ફિલ્મ ડિરેક્ટર પુરી જગન્નાથ અને અભિનેત્રી રકુલ પ્રિત સિંહ, ચાર્મી કૌર, નંદૂ અને રાણા દગ્ગુબાટી સાથે પણ પુછપરછ થઈ ચુકી છે.

ઈડીએ રાણા સાથે લગભગ સાત કલાક લાંબી પુછપરછ કરી હતી. જણાવી દઈએ કે, ઈડીએ આ વર્ષે જૂલાઈમાં સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રીઝ સાથે જોડાયેલા દશ કલાકારો અને ખાનગી ક્લબ મેનેજર સહિત અન્ય એલએસડી અને એડીએમએને ક્લાસ એ નશીલા પદાર્થોની તસ્કરી સાથે જોડાયેલા મામલાથી મની લોનડ્રીંગ તપાસ અંતર્ગત નોટિસ ફટકારી હતી.

Advertisement

READ ALSO

The post ડ્રગ્સ કેસ: ઈડી સમક્ષ હાજર થયો સાઉથનો સુપરસ્ટાર રવિ તેજા, ડ્રાઈવર સાથે પણ થઈ પુછપરછ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next