Advertisement

અગત્યની બેઠક / રત્નાકર અને ભીખુ દલસાણિયા જશે દિલ્હી દરબાર, ગુજરાતની રાજનીતિ પર થશે મહત્વની ચર્ચા

02:37 PM Aug 01, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ કરવામાં આવી છે. ત્યારે તેઓ આગામી સપ્તાહે ગુજરાત આવશે. જો કે ગુજરાત આવતા પહેલાં તેઓ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરશે. અત્રે નોંધનીય છે કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ સંગઠન મહામંત્રી તરીકે નિયુક્તિ કરી છે.

ભીખુ દલસાણીયા છેલ્લાં 10 વર્ષથી પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી હતાં. તેમના સ્થાને રત્નાકરને સ્થાન આપવામાં આવ્યું છે. ભીખુ દલસાણીયા થોડાં દિવસ અગાઉ દિલ્હી મુલાકાતે હતાં. જ્યાર બાદ આ બદલાવ કરવામાં આવ્યો છે એટલે કે તેમને બદલતા પહેલા તેમની સાથે આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને બાદમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.

નવા નિમાયેલા ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર ઉત્તર પ્રદેશના દેવરિયાના નિવાસી છે. જેઓ આગામી અઠવાડિયે ભીખુ દલસાણીયા પણ દિલ્હી જશે. જ્યાં રત્નાકર અને ભીખુ દલસાણીયા વચ્ચે ગુજરાતની રાજનીતિ પર ચર્ચા થશે. જ્યાર બાદ રત્નાકર ગુજરાતમાં આવીને પોતાનો પદભાર સંભાળશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Advertisement

The post અગત્યની બેઠક / રત્નાકર અને ભીખુ દલસાણિયા જશે દિલ્હી દરબાર, ગુજરાતની રાજનીતિ પર થશે મહત્વની ચર્ચા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next