Advertisement

હીરા ઉત્પાદન અને એક્સપોર્ટ કરતી પેઢીના 20 સ્થળોએ ITની DI વિંગના દરોડા, 50થી વધુ અધિકારીઓ સામેલ

11:03 AM Sep 23, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

સુરત શહેરમાં આઈટી વિભાગની ડીઆઈ વિંગ દ્વારા ઈન્કમટેક્સનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં હીરા ઉત્પાદન અને એક્સપોર્ટ કરતી પેઢીના 20 સ્થળો પર સર્વે શરૂ કરાયો છે. કરચોરીની આશંકાએ સુરત સિટીની આઈટીની ડીઆઈ વિંગ સક્રિય બની છે.

હાર્ડ ડિસ્ક અને અન્ય દસ્તાવેજો જપ્ત કરાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું

બુધવારે એક સાથે શહેરની હીરા ઉત્પાદન કંપનીની સુરત સહિત અલગ અલગ સ્થળોએ આવેલી ઓફિસ પર કાર્યવાહી હાથ ધરાઈ હતી. 50 અધિકારીઓની ટીમ દ્વારા મોડી રાત સુધી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યાં હીરા પેઢીની કંપનીના ચાર કર્મચારીઓના ઘરે પણ તપાસ હાથ ધરાઈ હતી. જ્યાંથી હાર્ડ ડિસ્ક અને અન્ય દસ્તાવેજો જપ્ત કરાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અલગ-અલગ ટીમે સર્વે હાથ ધર્યો હતો. જેમાં મોટા પ્રમાણમાં દસ્તાવેજો જપ્ત કરાયા સૂત્રોએ માહિતી આપી હતી. સૂત્રો અનુસાર, સંચાલકો હીરાના કટિંગ,પોલિશડ અને એક્સપોર્ટની સાથે અન્ય જુદા વેપાર સાથે સંકળાયેલા છે.

READ ALSO :

The post હીરા ઉત્પાદન અને એક્સપોર્ટ કરતી પેઢીના 20 સ્થળોએ ITની DI વિંગના દરોડા, 50થી વધુ અધિકારીઓ સામેલ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next