Advertisement

કામની વાત: રાશન કાર્ડમાંથી કોઈ સભ્યનું નામ હટાવાની આ રહી સમગ્ર પ્રોસેસ, ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકશો આ કામ

02:18 PM Sep 21, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

જો આપ પણ રાશનકાર્ડ ધારક છો, તો આપના માટે સારા સમાચાર છે. આપને કેટલીય સર્વિસ કોટાવાળાની પાસે મળી જશે. તેમાં બિલ ચુકવણી, પાન અરજી, પાસપોર્ટ માટે અરજી કરવી, ચૂંટણી પંચ સાથે જોડાયેલી સેવાઓ પણ શામેલ છે. આ ઉપરાંત જો આપના પરિવારમાં કોઈ સભ્યનું મોત થઈ જાય છે, તો આપ રાશન કાર્ડથી તેમનું નામ હટાવા માગો છો, તો તેના માટે પણ ઓનલાઈન અથવા ખાદ્ય વિભાગની ઓફિસમાં જઈને કરાવી શકો છો.

ઓનલાઈન કેવી રીતે કપાવશો નામ

રાશન કાર્ડ ધારકના મૃત્યુ બાદ નામ હટાવા માટે થઈને રાજ્યની રાશન ડિસ્ટ્રીબ્યૂશન વેબસાઈટ પર લોગીન કરવાનું રહેશે. તેમાં આપ CSC ની મદદ લઈ શકો છો. વેબસાઈટ પર જઈને રાશન કાર્ડમાં ફેરફારવાળો વિકલ્પ મળશે. જ્યાં આપને મૃત્યુ બાદ નામ કપાવાનો વિકલ્પ મળશે. જે દસ્તાવેજ માગવામાં આવે, તે આપીને આપ પણ ઓનલાઈન અરજી કરી શકો છો.

ઓફલાઈન નામ કેવી રીતે હટાવશો

તો વળી ઓફિસે જઈને કામ કરવા ઈચ્છો છો તો આપને ડેથ સર્ટિફિકેટની સાથે આધાર કાર્ડની કોપી આપવાની રહેશે. સાથે જ રાશન કાર્ડની ઝેરોક્ષની સાથે એક અરજી ફુડ ઈંસ્પેક્ટરને પણ આપવાની રહેશે. આ કામમાં કોટાવાલા આપની મદદ કરી શકે છે.

5 કિલો અનાજ મફતમાં

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ફુડ મિનિસ્ટ્રીના રાશન દુકાનોની આવક વધારવા માટે સીએસસી ઈ ગવર્નેંન્સ સર્વિસ ઈંડિયા લી.ની સાથે એક કરાર પર હસ્તાક્ષ કર્યો છે. જે અંતર્ગત ગ્રાહકો સાથે જોડાયેલી વધારીની સુવિધા મતલબ કે વિજળી, પાણી સહિત અન્ય યુટિલિટ બિલોની ચુકવણી કરાવવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાવામાં આવશે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા અનુસાર કેન્દ્ર, રાશનની દુકાનો દ્વારા એકથી 3 રૂપિયાના પ્રતિ કિલોગ્રામની વ્યાજબી ભાવે દરેક વ્યક્તિના પરિવારને 5 રૂપિયે કિલો અનાજ આપે છે. આ કાયદા અંતર્ગત 80 કરોડથી વધારે લોકો આવે છે.

Advertisement

READ ALSO

The post કામની વાત: રાશન કાર્ડમાંથી કોઈ સભ્યનું નામ હટાવાની આ રહી સમગ્ર પ્રોસેસ, ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકશો આ કામ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next