Advertisement

પહેલીવાર દુનિયાની સામે આવશે રાખી સાવંતનો પતિ રિતેશ , ‘Bigg Boss 15’માં કરશે ધમાકેદાર એન્ટ્રી

12:47 PM Sep 21, 2021 | Bansari |
Advertisement

GSTV

બોલિવૂડ એક્ટ્રેસ અને કોન્ટ્રોવર્સી ક્વીન રાખી સાવંત ઘણી વખત દાવો કરી ચુકી છે કે તે પરિણીત છે અને તેનો પતિ રિતેશ વિદેશમાં રહે છે. જ્યારે છેલ્લી બિગ બોસ સીઝનમાં રાખી સાવંત આવી હતી ત્યારે તેણે તેના પતિ વિશે ઘણી વાતો કરી હતી. તે સમયે એવી અટકળો ચાલી રહી હતી કે રાખી સાવંતનો પતિ રિતેશ જલદી જ બિગ બોસ 14 નો ભાગ બનશે, પરંતુ એવું કંઇ બન્યું નહીં. હવે આ દરમિયાન ફરી સમાચાર આવી રહ્યા છે કે આ વખતે રિતેશ બિગ બોસ 15 ના ઘરમાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, રાખી સાવંતના પતિ રિતેશે પોતે બિગ બોસ 15 માં એન્ટ્રીની પુષ્ટિ કરી છે.

રિપોર્ટ અનુસાર, રાખીનો પતિ રિતેશ પહેલીવાર બિગ બોસ 15 દ્વારા પહેલીવાર જાહેરમાં લોકોની સામે આવવા જઈ રહ્યો છે. છેલ્લી સીઝનમાં, સલમાન ખાન અને અન્ય કન્ટેસ્ટન્ટ્સને પણ લાગતુ હતુ કે રિતેશ ઘરમાં એન્ટ્રી કરશે, પરંતુ તે થઈ શક્યું નહીં. રિતેશે આ વિશે કહ્યું કે મારા બિઝનેસના કારણે હુ બિગ બોસમાં આવી શક્યો ન હતો. આ જ કારણ હતું કે હું મારી કમિટમેન્ટ પૂરી ન કરી શક્યો. રિતેશે કહ્યું કે આ વખતે તે ચોક્કસપણે બિગ બોસ 15 માં રાખી સાવંત સાથે એન્ટ્રી મારશે.

સલમાન ખાનને મળવા માંગે છે રાખી સાવંતનો પતિ રિતેશ

સાથે જ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે રિતેશ પાસે તેની તસવીર માંગવામાં આવી ત્યારે તેણે તેના માટે ના પાડી દીધી. આ અંગે રિતેશે કહ્યું કે તમે લોકો મને શોમાં જોશો. એટલું જ નહીં, રિતેશ અભિનેતા સલમાન ખાનને મળવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તે સલમાનને પાછલી સીઝનમાં જ મળ્યો હોત, પરંતુ તેના બિઝિ શિડ્યુલને કારણે તે સલમાનને મળી શક્યો ન હતો.

તમને જણાવી દઈએ કે પાછલી સીઝન એટલે કે બિગ બોસ 14 માં આવેલી રાખી સાવંત પોતાના પતિ માટે રડતી જોવા મળી હતી, કારણ કે તે મીડિયા સામે આવી રહ્યો ન હતો અને લોકોને લાગ્યું કે તેનો કોઇ પતિ છે જ નહી. જો આ વખતે રાખી સાવંતના પતિ રિતેશ બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરે તો કદાચ બધાને વિશ્વાસ થઈ જશે કે રાખીના લગ્ન ખોટા નથી.

Advertisement

જણાવી દઈએ કે વર્ષ 2019 માં રાખી સાવંતે ઘોષણા કરી હતી કે તેણે એક એનઆરઆઈ બિઝનેસમેન સાથે લગ્ન કરી લીધા છે. રાખીએ સોશિયલ મીડિયા પર તેના લગ્નની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી હતી, પરંતુ તેણે તેમાં તેના પતિને ક્રોપ કરી નાંખ્યો હતો. આ કારણે દરેકને લાગે છે કે, લગ્નનો દાવો કરતી રાખી સાવંત જૂઠી છે. જો કે રાખીના લગ્નની પુષ્ટિ ત્યારે જ થશે જ્યારે તેનો પતિ રિતેશ બિગ બોસ 15 માં જોવા મળશે.

Read Also

The post પહેલીવાર દુનિયાની સામે આવશે રાખી સાવંતનો પતિ રિતેશ , ‘Bigg Boss 15’માં કરશે ધમાકેદાર એન્ટ્રી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next