Advertisement

રાજકોટના ઠાકોરનું સોગંદનામું: પૈસા પડાવવા માટે બહેને ખોટો કેસ કર્યો, રાજવી પરિવારના 1500 કરોડના મિલ્કત વિવાદમાં આવ્યો નવાં વળાંક

03:21 PM Sep 23, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

રાજકોટના રાજવી પરિવારની મિલ્કત બાબતે ચાલતા કૌટુંબીક વિવાદમાં  હવે નવો વળાંક આવ્યો છે. પોતાને મિલ્કતનો પાંચમો હિસ્સો મળવાપાત્ર છે એવો રાજકુમારી અંબાલિકાદેવીનો દાવો માત્ર પૈસા પડાવવાના ઇરાદાથી કરવામાં આવેલો છે અને મિલ્કત વડીલોપાર્જિત છે તેવું તેમણે પૂરવાર કરી બતાવવું પડશે, એવો જવાબ આજે તેના ભાઈ રાજકોટના ઠાકોર માંધાંતિસિંહ જાડેજાએ કોર્ટ સમક્ષ રજૂ કર્યો છે.

રાજકુમારીએ સિવિલ કોર્ટમાં કરેલો દાવો શુધ્ધબુધ્ધિ વિનાનો અને ખોટી વિગતો આધારિત છે એવી દલીલ સાથે રાજવીએ ઉમેર્યું છે કે, વચગાળાના મનાઈહુકમ માટેની અરજી રદ્ થવાપાત્ર છે, ખરેખર તો જો આવો સ્ટે મળે તો એનાથી પોતાને (રાજવીને) જ નુકસાન થાય તેમ છે. 

આ કેસમાં રાજકુમારી અંબાલિકાદેવીએ પોતાના માતુશ્રીને અને બે બહેનોને પણ જોડયા છે, ત્યારે તેમના વતી ખૂલાસા રજૂ કરવા સમય માગવામાં આવતાં મુદ્ત પડી છે અને હવેની સુનવણી તા.૧૧ ઓક્ટોબરે થવાની છે, જયારે પ્રથમ પ્રતિવાદી એવા માંધાતાસિંહે સોગંદનામું કર્યું છે કે આ કેસ માત્ર તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા અને પૈસા પડાવવાના ઈરાદે (તેમના બહેન દ્વારા) કરવામાં આવ્યો છે.

પોતાના વકીલ મારફત રજૂ કરેલા ૨૭ પાનાનાં જવાબમાં તેમણે ડીલે લેચીઝના કારણે દાવો રદ્ થવાપાત્ર હોવાના મત સાથે ઉમેર્યું છે કે રજવાડા નાબૂદી વખતે છેલ્લા રાજવી પ્રદ્યુમનસિંહ જાડેજા (બંને ભાઈ –  બહેનના દાદા)ને ભારત સરકાર સાથે થયેલા કોવેનન્ટ મુજબ મિલ્કતો તેમની સ્વપાર્જિત હતી, જે તેમણે ૧૩-૦-૧૯૭૩ના વિલથી પોતાના પુત્ર મનોહરસિંહને આપી અને અંબાલિકાદેવીએ સબરજિસ્ટ્રાર કચેરીમાં કબૂલ કરેલું કે તેમને (મનોહરસિંહ જાડેજાને) મિલ્કતનું વિલ કરવાનો અધિકાર છે. આમ છતાં, લાંબા સમય બાદ તે ફરી ગયા એ મતલબનો આક્ષેપ પણ આ જવાબમાં કરાયો છે. આટલું જ નહીં, બહેન અંબાલિકાદેવી પાસેથી આ કેસનો સ્પેશ્યલ ખર્ચ ભાઈ માંધાતાસિંહને અપાવીને સ્ટેની અરજી રદ કરવામાં આવે તેવી દાદ પણ માગવામાં આવી છે !

બહેન અંબાલિકા દેવી વિરૂધ્ધ ભાઈ માંધાતાસિંહના પ્રતિ આક્ષેપ

Advertisement

કોર્ટને જે હકીકતો જણાવી જોઈતી હતી તે ન જણાવી, મટિરિયલ ફેક્ટ સપ્રેસ કરાયા. – મિલ્કતોનું સંચાલન પિતા વતી પુત્ર માંધાતાસિંહ કરતા હતા એ કથન ખોટું, મનોહરસિંહ લર્નેડ હતા અને પોતે જ સંચાલન કરતા. – મનોહરસિંહની વસિયત અંબાલિકાદેવીએ વાંચી જ હતી, તે પછી રીલીઝ ડીડ રજિસ્ટર્ડ થયું તેમાં તેના ઉપરાંત તેમના પતિ અને પુત્રોની સહીઓ પણ છે. – વસિયતમાંના બે સાક્ષે ડો. ગૌતમ દવે અને કિરીટ વસા એ બંને પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, તેમનાં સોગંદનામાં રજૂ કરવાની પણ તૈયારી બતાવીએ છીએ. – મંદિરનાં નામે રીલીઝ ડીડ કરાવી લેવાયું તે કથન જૂઠ્ઠું, આફટર થોટ અને બદઈરાદાવાળું. – પાવર ઓફ એટર્ની સમયે વડીલોપાર્જિત મિલ્કતમાં પાંચમાં ભાગના હિસ્સાનું વચન આપ્યાની વાત નિરર્થક. – માંધાતાસિંહની તિલકવિધિ વખતે અંબાલિકાદેવીના પુત્ર સાથે ગેરવર્તન થયાની વાત પૂર્વગ્રહ ઉત્પન્ન કરવા માટેની, કોર્ટને ગેરમાર્ગે દોરનારી અને મિલ્કતને તકરારી બનાવવા માટેની. – વર્ષ ૨૦૨૧ના એપ્રિલ મહિનાથી લિગલ બ્રેઈન અસ્તિત્વમાં આવ્યાનું જણાય છે, ૧૭ એપ્રિલ પછી  બહેનની વર્તણુંકમાં ફેરબદલ આવ્યો !

READ ALSO

The post રાજકોટના ઠાકોરનું સોગંદનામું: પૈસા પડાવવા માટે બહેને ખોટો કેસ કર્યો, રાજવી પરિવારના 1500 કરોડના મિલ્કત વિવાદમાં આવ્યો નવાં વળાંક appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next