Advertisement

VIRAL VIDEO / રાજકોટ યાર્ડ ચૂંટણીમાં ગરમાવો, ભારતીય કિસાન સંઘના પ્રમુખનો જયેશ રાદડિયા પર ગંભીર આક્ષેપ

11:37 AM Oct 04, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીના રાજકીય ગરમાવા વચ્ચે એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ખેડૂતો સાથે ચર્ચા કરતા પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા વીડિયોમાં કહી રહ્યાં છે કે, ‘બે મહિના બાદ પણ હું જોઈ શકું છું કે કોણે કોને મત આપ્યો હતો.’ તેમ કહેતા તેઓ જોવા મળ્યાં.

મતદારોને દબાવવામાં આવતા હોવાનો દિલીપ સખિયાનો આક્ષેપ

આ વાયરલ વીડિયોને લઈ ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયાએ આક્ષેપો કર્યા હતાં. મતદારોને દબાવવામાં આવતા હોવાનો પણ દિલીપ સખિયાએ આક્ષેપ કર્યો છે. તેમજ ખેડૂત પેનલ ચૂંટણી અધિકારી સમક્ષ આ વાયરલ વીડિયોને લઈને રજૂઆત કરવાની તૈયારી કરી છે.

મળતી માહિતી મુજબ, ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાના આક્ષેપથી બેડી યાર્ડની ચૂંટણીમાં ગરમાવો આવી ગયો છે. તેમણે જયેશ રાદડિયા પર આરોપ લગાવતા જણાવ્યું કે, ‘ચૂંટણીમાં મતદારોને દબાવવામાં આવી રહ્યાં છે. કોણ કોને મત આપે છે એ હું બહું મહિના બાદ પણ જોઈ શકું છું.’ આ વાતને લઈને ભારતીય કિસાન સંઘની ખેડૂત પેનલ મેદાનમાં આવી છે.

મહત્વનું છે કે, પૂર્વ મંત્રી જયેશ રાદડિયાનો એક વીડિયો વાયરલ થયો છે. જેને લઈને ચારેબાજુ ચર્ચા ચાલી રહી છે. આજે કિસાન સંઘ ચૂંટણી અધિકારીને તેની રજૂઆત કરવા જશે અને મતદાન કાપલી પર નંબર ન લખવા માટે પણ રજૂઆત કરવામાં આવશે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રની સૌથી મોટા બેડી માર્કેટ યાર્ડમાં સંઘની 2 અને વેપારીની 4 મળીને કુલ 16 બેઠકો પૈકી સંઘની 2 બેઠક બાદ કરતા તમામ બેઠકો પર ચૂંટણી થવાની છે જ્યારે સંઘની 2 બેઠક પર પરસોતમભાઇ સાવલિયા અને કેશુભાઈ નંદાણીયા બીનહરીફ થયા છે. આ સિવાય ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 22 ઉમેદવારો અને વેપારીની 4 બેઠક માટે 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાવાની છે. ભાજપનો એવો દાવો છે કે, આગામી 5 ઓક્ટોબરના રોજ યોજાનાર ચૂંટણીમાં વેપારી બેઠકને બાદ કરતા તમામ 10 બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે.

READ ALSO :

The post VIRAL VIDEO / રાજકોટ યાર્ડ ચૂંટણીમાં ગરમાવો, ભારતીય કિસાન સંઘના પ્રમુખનો જયેશ રાદડિયા પર ગંભીર આક્ષેપ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next