Advertisement

સોની બજારના વેપારીઓને લાગ્યો કરોડનો ચૂનો, કારીગર જ કરોડોનું સોનુ લઈને ફરાર

11:23 PM Oct 21, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

રાજકોટના સોની બજારમાં અનેક ગોલ્ડ મેન્યુફેકચર માટે કામ કરતો બોબી નામનો કારીગર કેટલાય વેપારીઓનું અંદાજે 7 કરોડનું 16 કિલો સોનું લઇને ફરાર થઇ ગયો છે. મળતી માહિતી મુજબ બોબી પર ફાયનાન્સરોનું દેવું થઇ જતા રૂપિયા ચૂકવવા માટે બોબી જવેલરી માટે આવેલા સોનાને લઇને ફરાર થઇ જતા સોની વેપારીઓ પોલીસ સમક્ષ ગયા હતા. પરંતુ પોલીસે આ સમગ્ર ઘટનામાં ફરિયાદ લેવાને બદલે ફરાર બોબીને શોધવા માટેની કવાયત હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ રાજકોટના બે મોટા જવેલર્સનું કુલ આઠ કિલો સોનું છે. જ્યારે બાકીના અન્ય જવેલર્સનું મળીને કુલ સોળ કિલો સોનું લઇને બોબી ફરાર થયો છે. મળતી માહિતી બોબી જૈન ચેઇન, આર. પી. ઓર્નામેન્ટસ, શુભ જવેલર્સ અને શિલ્પા જવેલર્સનું સોનું લઇને ફરાર થયો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

The post સોની બજારના વેપારીઓને લાગ્યો કરોડનો ચૂનો, કારીગર જ કરોડોનું સોનુ લઈને ફરાર appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next