Advertisement

રૂપાણીના રાજકોટમા ભાજપનો સફાયો: કુંવરજી બાળવીયાના ગઢમાં શોકીંગ પરિણામ, કોંગ્રેસે 2 બેઠકો જીતી ભાજપના સૂપડા સાફ કરી નાખ્યા

12:04 PM Oct 05, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

રાજકોટ નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ખાલી પડેલી બેઠકો પર 3 ઓક્ટોબરે મતદાન યોજાયું હતું. જેના આજે પરિણામ આવ્યા છે. જેમાં ભારતીય જનતા પાર્ટી માટે ખરાબ સમાચાર આવ્યા છે. ભાજપના અહીં સુપડા સાફ થઈ ગયા છે. જ્યારે કોંગ્રેસે પંજો મારી દીધો છે. રાજકોટ જિલ્લા પંચાયતની સાણથલી અને શિવરાજપુર બેઠકો પર કોંગ્રેસના બંને ઉમેદવારોની જીત થઈ છે. આ બંને બેઠક જસદણ તાલુકામાં આવે છે. આપને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ કેબિનેટ મંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજી બાવલીયાને સોંપવામાં આવી હતી. જો કે, બાવળીયા પોતાનો પરચો બતાવી શક્યા નહોતા અને તેમના જ ગઢમાં ગાબડુ પડતા મોં બતાવા જેવા રહ્યા નથી.

શિવરાજપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા

રાજકોટ જિલ્લા પંચાયતની શિવરાજપુર બેઠકના સભ્યનું અવસાન થતા ખાલી બેઠક પર પેટાચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ભાજપમાંથી છગન તાવીયા અને કોંગ્રેસમાંથી વિનુ મેણિયા વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો. જેમાં છગન તાવીયાને 4868 મત મળ્યા છે અને વિનુ મેણિયાને 5621 મત મળ્યા છે. આથી કોંગ્રેસના વિનુ મેણિયાએ ભાજપના છગન તાવીયાને 2084 મતથી હરાવ્યા છે.

સાણથલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય

રાજકોટ જિલ્લા પંચાયતના સભ્યનું અવસાન થતા ખાલી પડેલી આ બેઠકની પણ પેટાચૂંટણી આવી હતી. જેમાં કોંગ્રેસમાંથી શારદાબેન વિનુભાઇ ધડુક અને ભાજપમાંથી રસીલાબેન વેકરીયા વચ્ચે ટક્કર થઈ હતી. કોંગ્રેસના શારદાબેનને 5103 મત મળ્યા હતા અને કોંગ્રેસના રસીલાબેનને 4868 મત મળ્યા હતા. આથી કોંગ્રેસના શારદાબેન 235 મતથી વિજેતા થયા છે.

ઉપલેટામાં પણ કોંગ્રેસની જીત

ઉપલેટા નગરપાલિકામાં વોર્ડ નં.5ની પેટાચૂંટણીમાં કોંગ્રેસ જીતી ગઇ છે. ભાજપના મહિલા સભ્યનું કોરોનામાં મૃત્યુ થતા બેઠક ખાલી પડતા પેટાચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર દક્ષાબેન વેકરીયાની જીતી ગયા છે. ભાજપના ઉમેદવાર કૃણાલ સોજીત્રાને 885 મત મળ્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર દક્ષાબેનને 1098 મત મળ્યા છે.

Advertisement

READ ALSO

The post રૂપાણીના રાજકોટમા ભાજપનો સફાયો: કુંવરજી બાળવીયાના ગઢમાં શોકીંગ પરિણામ, કોંગ્રેસે 2 બેઠકો જીતી ભાજપના સૂપડા સાફ કરી નાખ્યા appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next