Advertisement

મેઘતાંડવ / મોજ ડેમના ૨૦ દરવાજા ખોલાયા, નિચાણવાળા અનેક ગામોમાં અપાયું એલર્ટ

03:32 PM Sep 13, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોતા સૌરાષ્ટ્ર સહીત સમગ્ર ગુજરાતમાં આખરે મેઘસવારી આવી પહોંચી છે. જોકે, છેલ્લા 24 કલાકમાં વરસેલા ભારે વરસાદને કારણે રાજકોટ જૂનાગઢ અને જામનગરમાં પૂરગ્રસ્ત સ્થિતિ ઉભી થઇ છે. રાજકોટ સહીત સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓના જળાશયો અને ડેમોમાં નવા નીરની મોટી અવાક થતા ઓવરફ્લો થયા હતા. ઘણા ડેમના દરવાજા ખોલતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલા મોજ ડેમના ૨૦ દરવાજા ૧૦ ફુટ ખોલવામાં આવ્યા. જેથી ડેમના નિચાણવાળા વિસ્તારમાં આવેલા ઉપલેટા તાલુકાના મોજીરા, ગઢાવા, કેરાળા, ખાખીજાળીયા,નવાપર, સેવંત્રા, ઉપલેટા અને વાડલા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ મોજ ડેમમાં ૨૧ હજાર ૧૭૦ ક્યુસેક પાણીની આવક છે. અને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યુ છે.

રાજકોટ શહેર સહિત જિલ્લામાં ભારે વરસાદના આગમને લીધે જેતપુરમાં માત્ર બે કલાકમાં 3.62 ઈંચ વરસાદ પડયો હતો. વીરપુર, કાગવડ,ખારચિયા,સરાધારપુર સહિતના ગ્રામ્ય પંથકમાં અવિરત મેઘમહેર થઈ જેના લીધે ભાદર-1 ડેમમાં નવા નીરની આવક થઈ. ભાદર-1 ડેમની ઉંડાઇ 34 ફૂટ છે ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને લીધે હાલ સપાટી 23.10 ફૂટે પહોંચી છે તેમજ 14,111,00 ક્યુસેક પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. જેતપુર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળ્યા હતી.

રાજકોટ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદના કારણે વહીવટી તંત્ર એલર્ટ બન્યુ છે.  રાજકોટ જિલ્લાના કલેક્ટરે જણાવ્યુ કે,  રાજકોટના ગ્રામ્ય વિસ્તાર ગોંડલ, ધોરાજી, લોધિકા અને ખીરસરામાં વરસાદ પડ્યો છે. જેથી જિલ્લામાં બે જગ્યાએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજકોટથી NDRFની ટીમ જામનગર રવાના કરવામાં આવી છે. આ ઉપરાંત વડોદરાથી એનડીઆરએફની ટીમની પણ મદદ લેવાઈ છે.  વરસાદના કારણે જળાશયોમાં પાણીની સપાટી ઉંચી આવી  છે. સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ભાદર ડેમમાં સૌથી વધુ પાણીની આવક થઈ છે.  આ ઉપરાંત હજુ પણ 48 કલાક વરસાદની આગાહી પગલે તંત્ર લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

ALSO READ:

Advertisement

The post મેઘતાંડવ / મોજ ડેમના ૨૦ દરવાજા ખોલાયા, નિચાણવાળા અનેક ગામોમાં અપાયું એલર્ટ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next