Advertisement

બેડી માર્કેટીંગ યાર્ડ: ભાજપ જીત્યું પણ ખેડૂતોની થઈ મોટી હાર, જયેશ રાદડીયા સામે ભલભલાંનાં પત્તાં સાફ

03:23 PM Oct 06, 2021 | pratik shah |
Advertisement

GSTV

રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગની તમામ 10 બેઠક પર ભાજપ પ્રેરિત પેનલની જીત થઇ છે. જ્યારે કે વેપારી વિભાગની 4 બેઠક પર વિકાસ પેનલના 1 અને હિતરક્ષક પેનલના 3 ઉમેદવારોની જીત થઇ છે. વિકાસ પેનલના કિશોર દોંગાને 1 મતથી હાર મળતા તેમણે રિકાઉન્ટિંગની માંગ કરી હતી. જેમાં વધુ એક મત ઓછો થતા 2 મતે તેમની હાર થઇ.

કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયાને કુલ 179 મતો મળ્યા

કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયાને કુલ 179 મતો મળ્યા હતા. મતગણતરી બાદ ભારતીય કિસાન સંઘે હારનો સ્વીકાર કર્યો. દિલીપ સખિયાએ જણાવ્યું કે ગામડાઓમાં જાગૃતિ લાવવા અમે ચૂંટણી લડ્યા હતા. મેં કોઇ ભાજપની બી ટીમ તરીકે કામ નથી કર્યું પરંતુ કોઇ પણ ચૂંટણી બિનહરીફ ન થાય તે માટે અમે ચૂંટણી લડ્યા.. દિલીપ સખિયાએ સ્વીકાર્યું કે મતદાનની ગુપ્તતા જળવાઇ છે.

કોંગ્રેસ પ્રેરિત વેપારી વિકાસ પેનલના ઉમેદવાર અતુલ કમાણીનો વિજય

રાજકોટમાં બેડી માર્કેટીંગ યાર્ડની વેપારી પેનલનું પરિણામ જાહેર થયું છે. જેમાં 3 બેઠક પર ભાજપ સમર્થક વેપારી હિતરક્ષક સમિતિના ઉમેદવારો વિજેતા થયા છે. જ્યારે કે કોંગ્રેસ પ્રેરિત વેપારી વિકાસ પેનલના ઉમેદવાર અતુલ કમાણીનો વિજય થયો છે.વેપારી વિકાસ પેનલના ઉમેદવાર કિશોર દોંગાની 1 મતથી હાર થતાં તેમણે રિકાઉન્ટિંગની માંગ કરી છે. બીજી તરફ જયેશ રાદડિયાએ ચૂંટણીના પરિણામો અંગે નિવેદન આપતા કહ્યું કે અમને પહેલેથી જ ખબર હતી કે જીત અમારી છે… મતદાન બાદ પરિણામો ભાજપ પ્રેરિત આવી રહ્યા છે.

READ ALSO

Advertisement

The post બેડી માર્કેટીંગ યાર્ડ: ભાજપ જીત્યું પણ ખેડૂતોની થઈ મોટી હાર, જયેશ રાદડીયા સામે ભલભલાંનાં પત્તાં સાફ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next