Advertisement

મારૂ રાજકોટમાં સ્પા છે : રોજના 6થી 7 હજાર આપીશ, યુવતીનો ભાવ નક્કી કરી ઓફર કરનાર ભરાયો

01:42 PM Sep 17, 2021 | Bansari |
Advertisement

GSTV

રાજકોટ શહેરમાં રહેતી એક યુવતીને છેલ્લા કેટલાક દિવસોથી વોટસએપ પર બિભત્સ મેસેજ અને ફોટોગ્રાફસ મોકલી હેરાન કરતા સાવન રમેશ સોલંકીને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી લીધો હતો. ભોગ બનનાર યુવતીએ પોલીસને જણાવ્યું કે ગઈ તા.૬ ના રોજ બપોરે તે પોતાની ઓફિસે હતી ત્યારે એક વોટસએપ નંબર ઉપરથી એવો મેસેજ આવ્યો હતો કે તમે કોણ બોય કે ગર્લ ?, મારૂ રાજકોટમાં સ્પા છે. તમારે તેમાં જોબ કરવી છે ?. રોજના રૂા.૬૦૦૦ થી રૂા.૭૦૦૦ આપીશ.

યુવતીને મોકલ્યા બિભત્સ મેસેજ અને ફોટોગ્રાફસ

પરિણામે ભોગ બનનારે સ્વાભાવિક રીતે જ આકરો રીપ્લાય આપતા તે જ વોટસએપ નંબર પરથી તેને બિભત્સ મેસેજ અને ફોટોગ્રાફસ મોકલવાનું શરૂ થઈ ગયું હતું.આખરે ભોગ બનનારે તેના મંગેતર અને પરીવારજનોને માહિતગાર કર્યા બાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અરજી આપી હતી. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી આરોપી સાવનની ઓળખ મેળવી તેના વિરૂધ્ધ આજે ગુનો દાખલ કરી અટકાયત કરી હતી.

રસ્તામાંથી મળેલા સિમ કાર્ડનો કર્યો દુરુપયોગ

એવી માહિતી બહાર આવી છે કે ભોગ બનનાર આરોપી સાવન તેની ફ્રેન્ડનો ફ્રેન્ડ હોવાથી છેલ્લા ચારેક વર્ષથી તેને ઓળખે છે. એટલુ જ નહી એક વખતે તેને ઈન્સ્યુરન્સ માટે કોલ પણ કર્યો હતો. જેથી આરોપીનો નંબર ભોગ બનનાર પાસે હતો. પરંતુ આરોપી નવા નંબર ઉપરથી મેસેજ કરતો હોવાથી ભોગ બનનાર તેને ઓળખી શકી ન હતી. આરોપીએ એક સીમકાર્ડ રસ્તા પરથી મળતા તેના નંબરનો વોટસએપ એકાઉન્ટ બનાવી ભોગ બનનારને મેસેજ કરી હેરાન કરવાનું શરૂ કર્યું હતું. આરોપી કારખાનામાં કામ કરે છે. તેમ પોલીસે જણાવ્યું હતું.

Read Also

The post મારૂ રાજકોટમાં સ્પા છે : રોજના 6થી 7 હજાર આપીશ, યુવતીનો ભાવ નક્કી કરી ઓફર કરનાર ભરાયો appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next