Advertisement

પતિ, પત્ની ઓર મોબાઈલ / પત્ની પર શંકા જતા પતિએ ઘરમાં હીડન કેમેરા ફિટ કરાવ્યાં, પછી આવ્યુ ચોંકાવનારુ પરિણામ

03:32 PM Jul 21, 2021 | Pritesh Mehta
Advertisement

GSTV

રાજકોટમાં રહેતા એક યુવકે પત્નીને પોતાના બે મિત્રો સાથે જ આડાસંબંધ હોવાની  શંકા જતા પોતાના ઘરમાં હિડન કેમેરા ફીટ કરાવ્યા હતા. જેમાં તેની શંકાની પૃષ્ટી થઈ ગઈ હતી. એટલુ જ નહી તેણે પત્નીને પોતાના મિત્ર સાથે હોટલમાં રંગેહાથ ઝડપી લીધી હતી. હવે તેને બંને મિત્રોએ મારકુટ કરી, છરી બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ બી-ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.

મુળ મેંદરડાના સમઢીયાળા ગીર ગામના વતની સંદિપ ભગવાનજી ભાખરે (ઉ.વ.૩૦) પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે તે સીસીટીવી કેમેરા અને કોમ્પ્યુટર રીપેરીંગનું કામ કરે છે. ભકિતનગર સ્ટેશન પ્લોટ શેરી નં-પ માં ગદહંસ કોમ્પ્લેક્ષમાં પટેલ ઈન્ફોટેક નામની ઓફિસ ધરાવે છે. અગાઉ તે અંબિકા ટાઉનશીપ નજીક આદર્શ ડ્રીમ એપાર્ટમેન્ટમાં ભાડે રહેતો હતો. છેલ્લા એક માસથી ઉમીયા ચોક પાસે આવેલ જલજીત સોસાયટી શેરી નં-૧૦ માં ભાડાના મકાનમાં રહે છે.

ર૦૧૯ માં તેને પેડક રોડ પર રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાતા રાજીખુશીથી તેની સાથે લગ્ન કરી લીધા હતા. દામ્પત્યજીવન દરમ્યાન સંતાન પ્રાપ્તી થઈ નથી. તેને છેલ્લા ત્રણેક માસથી પત્ની સાથે અણબનાવ થતા તે રીસામણે છે.

પત્ની સાથેના અણબનાવનું કારણે એવું છે કે લગ્ન બાદ પત્ની વધુ પડતું મોબાઈલ ફોનમાં રચીપચી રહેતી હતી. જેથી તેણે ઠપકો આપતા ગમતું ન હતું. પરીણામે અવાર-નવાર તેની સાથે ઝઘડા કરતી હતી.

Advertisement

તેના ગામની બાજુમાં આવેલા દાત્રાણા ગામનો હિરેન વિનુ વઘાસીયા કે જે હાલ સુરત રહે છે, ઉપરાંત તેના મોટા બાપુનો દિકરો અરવિંદ લાલજી વઘાસીયા કે જે અંબિકા ટાઉનશીપમાં રહે છે, બંને તેના મિત્રો હતા.એટલુ જ નહીં ત્રણેય વચ્ચે અવાર-નવાર એક બીજાના ઘરે આવવા-જવાના પણ વહેવાર હતા. ધીરેાધીરે તેને શંકા ગઈ કે તેના આ બંને મિત્રો સાથે તેની પત્નીને આડાસંબંધ છે.

જેથી તેણે પોતાના ઘરમાં હિડન સીસીટીવી કેમેરા ફીટ કર્યા હતા. જે ચેક કરતા તેમાં આ બંને મિત્રો તેની ગેરહાજરીમાં તેના ઘરે આવતા હોવાનું માલુમ થયું હતું. એટલુ જ નહીં એક ફુટેજમા તો અરવિંદ તેની પત્નીને આલીંગન કરતો જોવા મળ્યો હતો.

આ રીતે તેને પત્નીના આડાસંબંધ હોવાના પુરાવા મળ્યા હતા. ગઈ તા.ર૪ માર્ચના રોજ તેને સવારે ઓફિસે જવાનું હતું. દરરોજ તેની પત્ની ટીફિન આપવામાં મોડું અને બોલાચાલી કરતી. પરંતુ તે દિવસે ઝડપથી ટીફિન આપી દેતા તેને શંકા ગઈ હતી. પરીણામે તે ટીફિન લઈ ઓફિસ જવા નિકળવાના બહાને થોડેક દુર જઈ છુપાઈ ગયો હતો.

આખરે પોણો કલાક બાદ તેની પત્ની એકટીવા લઈ ઘરેથી નિકળી હતી. તેણે પીછો કરતા પત્ની કુવાડવા રોડ પર આવેલી નોવા હોટલમાં જતી જોવા મળી હતી. આ પછી તેણે હોટલમાં જઈ તપાસ કરતા રૃમ નં-ર માં તેની પત્ની અને મિત્ર હિરેન સાથે જોવા મળ્યા હતા. જેનો વિડીયો પણ તેણે ઉતારી લીધો હતો. પરીણામે સૃથળ પર બંને સાથે બોલાચાલી થઈ હતી. આ ઘટનાક્રમ બાદ તેને બંને મિત્રો હિરેન અને અરવિંદે હોટલમાં ઉતારેલો વિડીયો ડીલીટ કરી નાખવા છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

તેણે પોલીસને જણાવ્યું કે બાદમાં તે પત્નીને સાસરે મુકી આવ્યો હતો. સસરાને પણ હકીકતો જણાવી દીધી હતી. પોલીસે ગુનો નોંધી બંને આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post પતિ, પત્ની ઓર મોબાઈલ / પત્ની પર શંકા જતા પતિએ ઘરમાં હીડન કેમેરા ફિટ કરાવ્યાં, પછી આવ્યુ ચોંકાવનારુ પરિણામ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next