Advertisement

અનરાધાર મેઘરાજ / વરસાદ માટે ઝંખતું રાજકોટ આખરે જળબંબોળ, આજી-2ના વિસ્તારમાં વસતા લોકોને એલર્ટ કરાયા

10:51 AM Sep 13, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

રાજકોટના ઉપલેટા તાલુકાના ગઢડા ગામે ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેથી મોજ નદી ગામનો કોઝ-વે પાણીમાં ગરકાવ થયો હતો. જેના લીધે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા સપ્તાહથી વરસાદી મેઘમહેર યથાવત્ જોવા મળી રહી છે.

રાજકોટ જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. જેના પગલે જિલ્લાના 19 ગામડાઓને સાબદાં કરાયા છે. આજી-2 ડેમ વિસ્તારમાં વસતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ આજી-૩ ડેમના હેઠવાસના ગામોના લોકોને નદીનાં પટમાં અવર-જવર ન કરવા તંત્ર તરફથી સૂચના આપવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના લોધિકા અને પડધરી તાલુકામાં વહેલી સવારથી અનરાધાર વરસાદનું આગમન થયું છે. જેના લીધે મોટાવડા ગામ પાસે ડોંડી નદી બે કાંઠે વહેતી થઈ. ફ્લડ કંટ્રોલ વિભાગે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા હતા.


દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

ALSO READ:

The post અનરાધાર મેઘરાજ / વરસાદ માટે ઝંખતું રાજકોટ આખરે જળબંબોળ, આજી-2ના વિસ્તારમાં વસતા લોકોને એલર્ટ કરાયા appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next