Advertisement

રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ, આજી-૩ ડેમ ઓવરફલો: નીચાણ વાળા વિસ્તારોને કરાયા એલર્ટ

07:57 PM Sep 13, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

રાજકોટના જામકંડોરણા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેથી જામકંડોરણા તાલુકાના મોજ ખીજડીયા, નવા જુના માત્રવડ અને જામ ટિબડી ગામ પાણીમાં ગરકાવ થયુ છે. તો બીજી તરફ ખેડૂતોનો ઊભો પાક વરસાદી પાણીના વેણમાં ધાવોયો છે. કેટલાક ઠેકાણે રોડ પણ ધોવાયા છે. વીજળીના થાંભલા પડી જતા વીજ વ્યવહાર પણ ખોરવાયો છે.  જૂના માત્રાવડ ગ્રામ પંચાયત કચેરીમાં પાણી ઘૂસી જતા રેકોર્ડ પલળી ગયા. ભારે વરસાદના કારણે મોજ નદીમાં ઘોડાપુર આવ્યુ છે. જેથી ખીજડીયા ગામના 250 લોકોને ચિત્રાવડ પ્રાથમિક શાળામાં ખસેડવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લાનો આજી-૩ ડેમ ઓવરફલો થયો

રાજકોટ જિલ્લાનો આજી-૩ ડેમ ઓવરફલો થયો છે..  પડધરી તાલુકાના આજી-3 ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામા આવતા અદભૂત નજારો જોવા મળ્યો…તો નીચાણવાળા અનેક ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.

રાજકોટની પ્રવેશદ્વાર ગણાતી માધાપર ચોકડી પાણીમાં ગરકાવ થઇ છે…જામનગર મોરબીથી આવતા વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. 3 કિલોમીટરનો રસ્તો કાપી શહેરમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે માધાપરથી 150 ફૂટ રીંગરોડ તરફનો રસ્તો હાલમાં બંધ કરાયો છે.

Advertisement

રાજકોટ શહેર સહિત જિલ્લામાં ભારે વરસાદને લીધે ન્યારી-1 ડેમમાંથી પાણી છોડાયું છે. પાણી છોડાતા વાગુદડ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ડેમમાંથી પાણી છોડાતા હાઈવે બંધ કરવો પડયો હતો. હાઇવે પરના પુલ પરથી બે ફૂટ પાણી વહેતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. આ ઉપરાંત રાજકોટ અને કાલાવડ મેટોડા જીઆઈડીસી વચ્ચેનો હાઇવે બંધ કરવો પડયો હતો.

પશ્ચિમ રાજકોટને પાણી પૂરું પાડતો ન્યારી-1 ડેમ ઓવરફ્લો  થયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ન્યારી-1 ડેમના 7 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા. તો બીજી તરફ  આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર અને લોધિકા પંથકમાં સારા વરસાદ પગલે ન્યારી ડેમમાં પાણીની આવક થઈ છે.

READ ALSO

The post રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ, આજી-૩ ડેમ ઓવરફલો: નીચાણ વાળા વિસ્તારોને કરાયા એલર્ટ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next