Advertisement

રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદ માટે નવા સુકાનીની શોધ, જાણો કયા કારણથી હિતેશ વોરાએ આપ્યું રાજીનામું

11:02 AM Oct 18, 2021 | Dhruv Brahmbhatt |
Advertisement

GSTV

રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાએ પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. જો કે, પક્ષે હજુ સુધી તેમનું રાજીનામું સ્વીકાર્યું નથી. તેમણે બીજાને તક મળે તે માટે પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ નવા આવે ત્યારે જ જિલ્લા કોંગ્રેસની નિમણૂંક સંબંધિત ફાઈલ પ્રદેશ કોંગ્રેસ હાથમાં લે તેવી શક્યતા છે.

હિતેશ વોરાએ રાજીનામુ આપી દેતા નવા પ્રમુખ માટેની શોધખોળ શરૂ

આગામી ચૂંટણીઓને ધ્યાને લઈ જ્ઞાતિના રાજકીય ગણિત મુજબ કોઈ પટેલ આગેવાનને જિલ્લા પ્રમુખ બનાવવામાં આવે તેવી શકયતા છે. પ્રદેશ પ્રમુખ પદે નવી નિમણૂંક થાય ત્યાર બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ બદલાશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. હાલમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી હિતેશ વોરાએ રાજીનામુ આપી દેતા નવા પ્રમુખ માટે શોધ શરૂ કરવામાં આવી છે.

READ ALSO :

The post રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદ માટે નવા સુકાનીની શોધ, જાણો કયા કારણથી હિતેશ વોરાએ આપ્યું રાજીનામું appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next