Advertisement

સરકારી કામ છે, તો જસ્ટ WhatsApp કરો / ગુજરાતના આ જિલ્લામાં રહેતા લોકોને મળશે લાભ, લાઈનમાં ઉભા રહેવામાંથી મળશે મુક્તિ

06:17 PM Oct 08, 2021 | Vishvesh Dave |
Advertisement

GSTV

હવે ઘણા કામો વોટ્સઅપ પર થવા લાગ્યા છે. સરકારી કામો પણ WhatsApp પર થવા લાગે એ સમયની માંગ છે. રાજકોટ જિલ્લાના ડિસ્ટ્રિક ડેવલપમેન્ટ ઓફિસરે એ અંગે પહેલ કરી છે. રાજકોટ જિલ્લા પંચાયતના કામ માટે હેલ્પલાઈન જાહેર કરવામાં આવી છે. એ નંબર પર લોકો વોટ્સઅપ કરી શકશે. એ અંગે ટ્વિટર પર માહિતી મુકવામાં આવી છે. ડીડીઓ રાજકોટના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આ અંગે લખ્યું છે : ‘અમે તમારાથી માત્ર એક સંદેશ દૂર છીએ. તમારી ફરિયાદ આ 02812477008 નંબર પર મોકલો. તમને અનન્ય ફરિયાદ નંબર મળશે. નિકાલ કર્યા પછી અમે તમને તમારા વોટ્સએપ નંબર પર જાણ કરીશું.’


આ નોંધપાત્ર પહેલ છે. કેમ કે લોકો સરકારી કામ માટે ઓફિસોમાં ધક્કા ખાતા હોય છે, પરંતુ ક્યુ કામ ક્યાં થશે, કેટલો સમય લાગશે, અધિકારી ક્યા સમયે મળશે તેની ઘણી વખત ખબર હોતી નથી. આ વોટ્સઅપ નંબર જાહેર કરવાથી લોકોના પ્રશ્નો તુરંત ઉકલી જશે એવુ નથી, પરંતુ નંબર પર સમસ્યા રજૂ કરવાથી માર્ગદર્શન તો મળી શકશે. સરકારી અધિકારી દ્વારા આટલી પહેલ કરવામાં આવી એ પણ મોટી વાત છે.


આ અંગે ડીડીઓ દેવ ચૌધરીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે આ નંબર પરથી લોકો ઘરે બેઠા જ પોતાની ફરિયાદ નોંધાવી શકશે. ફરિયાદ કરનારની વાત નોંધી લઈ તેને અરજી નંબર આપવામાં આવશે. પ્રશ્નનો ઉકેલ આવશે તેની જાણકારી પણ વોટ્સઅપ દ્વારા આપવામાં આવશે.


ભારત સરકારે ડિજિટલ ઈન્ડિયા મિશન શરૃ કર્યું છે. વધુમાં વધુ કામો ડિઝિટલી થવા લાગે તો આ મિશન સફળ થશે. રાજકોટ ડીડીઓએ કરેલી કામગીરી એ દિશામાં મહત્વની પહેલ છે.

Advertisement

ALSO READ

The post સરકારી કામ છે, તો જસ્ટ WhatsApp કરો / ગુજરાતના આ જિલ્લામાં રહેતા લોકોને મળશે લાભ, લાઈનમાં ઉભા રહેવામાંથી મળશે મુક્તિ appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next