Advertisement

રાજકોટમાં ન્યૂડ ડાન્સ / રંગીલા શહેરની ફાઈવ સ્ટાર હોટેલ બની શરમજનક ઘટના? વિડીયો વાઈરલ, પોલીસ તપાસમાં લાગી

09:31 PM Sep 30, 2021 | pratik shah |
Advertisement

GSTV

રાજકોટની એક હોટેલમાં એક યુવતી નગ્ન થઈને ડાન્સ કરતી હોય એવો વિડીયો વાઈરલ થયો છે. આ હોટેલ રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી ઈમ્પિરિયલ પેલેસ હોવાનું મનાય છે, કેમ કે પોલીસ તપાસ માટે એ હોટેલ પહોંચી હતી. જોકે વિડીયો એ હોટેલનો જ છે કે કેમ એ અંગે તપાસ ચાલી રહી છે. માટે જીએસટીવી પણ આ વિડીયો એ જ હોટેલનો હોવાની પુષ્ટી કરતું નથી.

રાજકોટની પ્રતિષ્ઠાને દાગ લાગ્યો


આ વિડીયો વાઈરલ થયા પછી પોલીસે તપાસ આદરી છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે એક યુવતી ઓરડામાં ડાન્સ કરે છે. એ યુવતી વસ્ત્રવિહિન હોવાનું પણ વિડીયો જોતા લાગે છે. એ ડાન્સનો વિડીયો કોઈએ રોડની સામેની સાઈડથી ઉતારી લીધો હતો. એ પછી વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં હવે રાજકોટની પ્રતિષ્ઠાને દાગ લાગ્યો છે. સાથે સાથે હોટેલ કર્મચારીઓ પણ આ અંગે ગેંગેફેંફે કરી રહ્યો જોવા મળ્યો હતો.

હોટેલના કર્મચારીઓએ પત્રકારો સમક્ષ આ ઘટના અંગે ગોળ ગોળ જવાબો આપ્યા હતા. અલબત્ત આ વિડીયો એ હોટેલનો જ છે, એવુ સાબિત ન થાય ત્યાં સુધી હોટેલ પણ દોષિત ઠરી શકે છે. હોટેલ કર્મચારીએ કહ્યુ હતું કે વિડીયો કોનો છે અને શું છે એ તપાસ ચાલી રહી છે. હોટેલમાં કોઈ રહે તો અમે નિયમ મુજબ આઈડી કાર્ડ તપાસીને જ પ્રવેશ આપીએ છીએ. જોકે એ રૃમમાં ગેસ્ટ કોણ છે એ અંગે હોટેલ અધિકારીઓએ કશું કહેવાનો ઈન્કાર કર્યો હતો.

હોટેલના બેન્કવેટ મેનેજર રાહુલભાઈએ બચાવ કર્યો

Advertisement


પોલીસે દરમિયાન તપાસ કરવા માટે હોટેલ પહોંચી હતી. હોટેલના બેન્કવેટ મેનેજર રાહુલભાઈએ બચાવ કર્યો હતો કે કોઈ ઓરડામાં રહીને શું કરે એ કોઈ જાણતું હોતુ નથી. જોકે વિડીયો આ અત્યારનો જ છે કે અગાઉનો છે એ પણ તપાસ થઈ રહી છે. મેનેજરે એ પણ કહ્યું હતું કે આ વિડીયો ઈમ્પિરિયલ પેલેસનો જ વિડીયો છે એ સ્પષ્ટ થયું નથી.

READ ALSO

The post રાજકોટમાં ન્યૂડ ડાન્સ / રંગીલા શહેરની ફાઈવ સ્ટાર હોટેલ બની શરમજનક ઘટના? વિડીયો વાઈરલ, પોલીસ તપાસમાં લાગી appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next