Advertisement

રાજકોટ કોરોના/પાંચ લાખ બાળકો,કોમોર્બીડને કોરોનાનું હજુ વધુ જોખમ, વધુ ત્રણ પોઝીટીવ કેસો

10:03 AM Sep 22, 2021 | Damini Patel |
Advertisement

GSTV

વાયરલ શરદી-તાવ, ડેંગ્યુ, ચિકનગુનિયા, ઝાડાઉલ્ટી સહિતના રોગચાળાએ શહેરને ભરડો લીધો છે ત્યારે કોરોના નબળો તો પડયો છે પરંતુ, હજુ ગયો નથી. આજે રાજકોટમાં કોરોનાના વધુ ત્રણ પોઝીટીવ કેસો નોંધાયા હતા જેમાં સૂર્યાનગરમાં રહેતા ૬૮ વર્ષના મહિલા અને ૬૯ વર્ષના વૃધ્ધ હરદ્વાર, મહારાષ્ટ્ર, દિલ્હી થઈને રાજકોટ આવ્યાનું ખુલ્યું છે. તો એક ૧૫ વર્ષનો તરુણ કોસ્મોપ્લેક્સ પાસે, કાલાવાડ રોડ પર હોસ્ટેલમાં રહે છે જેને પણ કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે.

ગંભીર વાત એ છે કે ઉપરોક્ત બે વયોવૃદ્ધ નાગરિકોએ કોરોનાની રસીના બન્ને ડોઝ લીધા છતાં કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે શહેરમાં ૧૮ વર્ષથી નાની ઉંમરના બાળકો,તરુણોની સંખ્યા અંદાજે ૫ લાખથી વધુ છે જેઓને હજુ સુધી રસી અપાઈ નથી ત્યારે તેમને કોરોના સંક્રમિત થવાનું જોખમ વિશેષ મનાય છે. મનપા સૂત્રો અનુસાર આ ત્રણેયની હાલત ગંભીર નથી.

વેક્સિનના બંને ડોઝ લીધા છતાં પોઝિટિવ

આ સાથે શહેર સંપૂર્ણ કોરોનામુક્ત થવા તરફ આગળ વધતું હતું અને સવારે ૨ દર્દીઓ ડિસ્ચાર્જ થતા માત્ર ૬ એક્ટીવ કેસો રહ્યા હતા જે વધીને ફરી ૯ થયા છે. જ્યારે આ પહેલા સિવિલ હોસ્પિટલમાં પણ એક બાળકને કોરોના પોઝીટીવ સાથે દાખલ કરાયું હતું. રાજ્ય સરકારે ૧૫ ઓગષ્ટથી જ વેપારીઓ, તમામ વ્યવસાયિકો માટે કોરોના રસી લેવી ફરજીયાત કરી છે પરંતુ, સ્કૂલો ખોલવાનો નિર્ણય લેવા છતાં શિક્ષકો, સ્કૂલ સ્ટાફ, વાન ડ્રાઈવરો વગેરે માટે રસી ફરજીયાત કરાઈ નથી. જો કે મોટાભાગના શિક્ષકોએ રસીના બન્ને ડોઝ લઈ લીધા છે પરંતુ, હજુ છૂટાછવાયા બાકી છે અને કોરોના સંક્રમણ માટે એક સંક્રમિતનો સંપર્ક કાફી મનાય છે.

બીજી તરફ, શહેરમાં માત્ર દિવસના સમયે કરડતા ડેંગ્યુ,ચિકનગુનિયાના અને વાયરસથી ફેલાતા શરદી-તાવના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે જેમાં નબળાાઈ આવવાની વ્યાપક ફરિયાદો રહે છે.

Advertisement

Read Also

The post રાજકોટ કોરોના/પાંચ લાખ બાળકો,કોમોર્બીડને કોરોનાનું હજુ વધુ જોખમ, વધુ ત્રણ પોઝીટીવ કેસો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next