Advertisement

વધતા સંક્રમણ વચ્ચે રાજકોટ કલેક્ટરનું મહત્વનું નિવેદન, સમરસ હોસ્પિટલોમાં ઉભા કરાશે 500 ઑક્સિજન બેડ

06:55 PM Apr 07, 2021 | Pritesh Mehta
Advertisement

GSTV

રાજ્યભરમાં કોરોના સંક્રમણ વધતા પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસી રહી છે, ત્યારે જ્યાં એક તરફ હાઇકોર્ટની ટકોર બાદ જ્યાં એક તરફ રાજ્ય સરકારે નાઈટ કરફ્યુનો સમય વધાર્યો છે અને વધુ 16 શહેરોમાં એમ કુલ 20 શહેરોમાં નાઈટ કરફ્યુ લગાવવાની જાહેરાત કરવામાં આવી છે તો બીજી તરફ તબીબી સુવિધાઓ પણ વધારવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા હોસ્પિટલમાં ઓક્સિજન બેડની સંખ્યામાં વધારો કરાયો છે. કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું કે સમરસ હોસ્પિટલમાં 500 ઓક્સિજન બેડ ઊભા કરવામાં આવી રહ્યા છે.  હાલ 250 બેડની વ્યવસ્થા પણ કરી લેવામાં આવી છે.

આ ઉપરાંત કેન્સર હોસ્પિટલ ખાતે પણ 200 ઑક્સિજન બેડની વ્યવસ્થા કરવામાં આવશે. નોન કોવિડ દર્દીઓને રેલ્વેમાં સારવાર આપવામાં આવશે. રેલવેમાં પણ ઓપરેશન થિએટર સહિતની સુવિધાઓ તૈયાર રાખવામાં આવી છે. કલેક્ટરે કહ્યું કે ઓક્સિજનના વપરાશમાં વધારો જોવા મળી રહ્યો છે પરંતુ ઓક્સિજનની ઘટ પડવા દેવામાં નહીં આવે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

The post વધતા સંક્રમણ વચ્ચે રાજકોટ કલેક્ટરનું મહત્વનું નિવેદન, સમરસ હોસ્પિટલોમાં ઉભા કરાશે 500 ઑક્સિજન બેડ appeared first on GSTV.

Advertisement
Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next