Advertisement

રાજસ્થાન સ્કુલ બાદ હવે હોસ્પિટલના નામને લઈને પણ શરૂ થયો વિવાદ, એકતા-સંસ્કાર પેનલ આમને સામને

11:13 PM Oct 28, 2021 | Pritesh Mehta |
Advertisement

GSTV

અમદાવાદ શાહીબાગની રાજસ્થાન સ્કુલને લઈને વિવાદ શરુ થયો છે. આ ઉપરાંત રાજસ્થાન હોસ્પિટલને લઈને પણ વિવાદ સપાટી પર આવ્યો છે. રાજસ્થાન સેવા સમિતિના નેજા હેઠળ સ્કુલ અને હોસ્પિટલનું સંચાલન ચાલી રહ્યું છે. જેમાં નામને લઈને વિવાદ વકર્યો છે

રાજસ્થાન સ્કુલ અને રાજસ્થાન હોસ્પિટલનું સંચાલન રાજસ્થાન સેવા સમિતિ કરે છે. જેમાં રાજસ્થાનનું સ્કુલનનું નવીનીકરણ કરાયું. જેમાં કેમ્પસનું નામ તો યથાવત રહેશે પરંતુ કેમ્પસ અંદર કેટલાક યુનિટ તૈયાર કરવામાં આવ્યા તેના નામ જે તે દાતાને આપવાને લઈને વિવાદ ઉભો થયો છે. જેમાં બે પેનલ સામસામે આવી ગઇ છે

એકતા પેનલનો આક્ષેપ છે કે કોઈ ચોક્કસ દાતાના નામ ન રાખી શકાય. રાજસ્થાન સ્કુલના નામ હેઠળ જ આખું કેમ્પસ રહેવું જોઈએ. તો એકતા પેનલના જ કેટલાક સભ્યો કહી રહ્યા છે કે ગણપત ચૌધરી અધ્યક્ષ બન્યા એ બાદ નવા બોર્ડની રચના થઇ હતી જે બાદ સંસ્થાના સંવિધાનમાં સુધારા કરવામાં આવ્યા અને તેને ચેરીટી કમિશ્નર ને સોંપવામાં આવ્યા જે બાદ પણ ૫૫૦ જેટલી અરજીઓ થઇ હતી. પરંતુ ગણપત ચૌધરીનું કહેવું છે કે નામને લઈને કોઈ વિવાદ નથી કોઈ વાત કરતું હોય તો તે તદ્દન ખોટી વાત છે.

જો કે આમા સમિતિને લઈને વિવાદ ઉભો થયો છે. અગામી સમયમાં સમિતિમાં ચુંટણી પણ યોજાનાર છે જેમાં ૨ પેનલ એકતા અને સંસ્કર ચુંટણી લડશે જેની જીત થશે એ બાદ સમગ્ર મામલે આગળ કાર્યવાહી થશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Advertisement

The post રાજસ્થાન સ્કુલ બાદ હવે હોસ્પિટલના નામને લઈને પણ શરૂ થયો વિવાદ, એકતા-સંસ્કાર પેનલ આમને સામને appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next