Advertisement

રાજસ્થાનમાં દુષ્કાળ જેવી સ્થિતિ હોવાના કારણે પશુ પાલકો ગુજરાતમાં આવ્યા, તેમની સ્થિતિ દયનિય

04:28 PM Jul 31, 2019 | Yugal Shrivastava |
Advertisement

GSTV

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

રાજસ્થાનમાં દુષ્કાળ જેવી સ્થિતિ હોવાના કારણે ઘાસચારો અને પાણીની તંગી સર્જાઈ છે. જેના કારણે હજારો પશુપાલકો તેમના પશુઓ સાથે જીવન નિર્વાહ માટે ગુજરાતમાં આવી ગયા છે. ગરમીમાં ખુલ્લા આકાશ નીચે જીવન ગુજરાતા પશુ પાલકોની કેવી દશા છે.

રાજસ્થાનમાં સામાન્ય રીતે વરસાદ ઓછો થાય છે. જેના કારણે અહીં બારેમાસ દુષ્કાળ જેવી સ્થિતિ બની રહે છે. ચોમાસામાં તો ઠીક પરંતુ શિયાળો અને ઉનાળામાં પશુપાલકોની ચિંતા વધી જાય છે. જેનું મુખ્ય કારણ છે ઘાસચારો અને પાણીની અછત. જેથી પશુપાલકોને તેમના પશુઓ સાથે હિજરત કરી રહ્યા છે.

માત્ર બે ચાર પરિવાર નહીં  પરંતુ 2000 થી વધુ લોકો તેમના 5 થી7 હજાર જેટલા પશુઓ લઈને ગુજરાતના બનાસકાંઠામાં જીવન નિર્વાહ માટે આવી ગયા છે. હાલમાં આ પશુ પાલકો ગરમી વચ્ચે દિવસ પસાર કરે છે. તેમના બાળકો પણ  આગ વરસાવતી ગરમીમાં જીવન પસાર કરે છે. આ પરિવારોના આજીવિકાનું એકમાત્ર સાધન આ પશુઓ છે. તેથી જ તેઓ તેમના પશુઓ સાથે હાલમાં આમ તેમ ભટકી રહ્યા છે. આજુંબાજુંના ખેતરમાં જઈ મજૂરી કરી રહ્યાં છે.

હિજરત કરતા પરિવારોની સાથે તેમના બાળકો પણ આમ તેમ ભટકી રહ્યાં છે. ત્યારે હિજરત કરતા પરિવારોની સાથે ભટકતા તેમના બાળકો ક્યારેય અભ્યાસ કરી શકતા નથી. જેના કારણે જાણે એક નિરક્ષર પેઢીનું નિર્માણ થતું નજરે દેખાય રહ્યું છે.

Advertisement

 

The post રાજસ્થાનમાં દુષ્કાળ જેવી સ્થિતિ હોવાના કારણે પશુ પાલકો ગુજરાતમાં આવ્યા, તેમની સ્થિતિ દયનિય appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next