Advertisement

રાજકુંદ્રાને મોટી રાહત: 64 દિવસ જેલમાં રહ્યા બાદ આખરે જામીન પર આવ્યો બહાર, કહ્યું- મને બલીનો બકરો બનાવ્યો

01:01 PM Sep 21, 2021 | Pravin Makwana |
Advertisement

GSTV

પોર્નોગ્રાફી કેસમાં ફસાયેલો શિલ્પા શેટ્ટીનો પતિ રાજકુંદા આખરે 64 દિવસ બાદ રાહતનો શ્વાસ લીધો છે. તે હવે જેલમાંથી જામીન પર બહાર આવ્યો છે. મુંબઈની એક કોર્ટે સોમવારે રાજ કુંદ્રાની જામીન અરજી મંજૂર કરી છે. કોર્ટે 50 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચા પ્રોપર્ટી સેલે 19 જૂલાઈએ રાજ કુંદ્રાને અશ્લીલ ફિલ્મો બનાવાના આરોપસર ધરપકડ કર્યો હતો. કુંદ્રા પર પોર્ન ફિલ્મ બનવાવાનો અને મોબાઈલ એપ પર તેનું સ્ટ્રીમીંગ કરવાનો આરોપ છે.

ગત ગુરૂવારે મુંબઈ પોલીસે આ મામલે 1400 પાનાની ચાર્જશિટ દાખલ કરી હતી. આ મામલે મોબાઈલ એપ પર પોર્નોગ્રાફિક ક્લિપના પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યૂશન સાથે જોડાયેલો છે. મુંબઈ પોલીસનું માનવું છે કે, રાજ પોર્ન ફિલ્મ નિર્માણમાં એક્ટિવ હતો. તેના વિરુદ્ધ ઈલેક્ટ્રોનિક પુરાવા હોવાનો દાવો પણ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કર્યો હતો. પોલીસનું કહેવુ છે કે, કુંદ્રા પોર્ન ફિલ્મો બનાવવા અને તેના ઓનલાઈન રિલીઝ પાછળ ઓગસ્ટ અને ડિસેમ્બરની વચ્ચે લગભગ સવાસો કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

બલિનો બકરો બનાવામાં આવી રહ્યો છે- રાજ કુંદ્રા

કુંદ્રા કોર્ટમાં જામીન અરજી દાખલ કરતા દાવો કર્યો હતો કે, આ મામલે મુંબઈ પોલીસની ક્રાઈમ શાખા દાખલ કરવામાં આવેલા પૂરક આરોપ પત્રમાં તેમના વિરુદ્ધ કોઈ પુરાવા નથી. તેણે અરજીમાં કહ્યુ હતું કે, કથિત સંદીગ્ધ અશ્લીલ સામગ્રી બનાવવામાં સક્રિય રીતે શામેલ થવાના કોઈ પુરાવા નથી. આ મામલે તને બલિનો બકરો બનાવામાં આવી રહ્યો છે.

READ ALSO

Advertisement

The post રાજકુંદ્રાને મોટી રાહત: 64 દિવસ જેલમાં રહ્યા બાદ આખરે જામીન પર આવ્યો બહાર, કહ્યું- મને બલીનો બકરો બનાવ્યો appeared first on GSTV.

Advertisement

Udayavani is now on Telegram. Click here to join our channel and stay updated with the latest news.

Next